પાલિતાણામાં અનઅધિકૃત પ્રવૃતિને ડામવા ક્વીન રિસ્પોન્સ ટીમ'ની રચના

  • January 18, 2023 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પાલિતાણામાં અનઅધિકૃત પ્રવૃતિને ડામવા અને આવા પ્રકારની કોઈ પ્રવૃતિ થાય તો તેની સામે પગલા ભરવા માટે જિલ્લા કલેકટર દ્વારા 'ક્વીન રિસ્પોન્સ ટીમ'ની રચના કરી છે, જેમાં ૧૧ સભ્યોનો સમાવેશ કરાયો છે, સર્કલ ઓફિસર, વિસ્તાર અધિકારી, વનરક્ષક, હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરશે.ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી, 


જેમાં પાલિતાણા શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ અને તળેટી આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ, ખનન પ્રવૃતિ, પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી જેવી તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી જેવી અનઅધિકૃત પ્રવૃતિ પ્રવૃતિઓ ઉપર સતત દેખરેખ અને નિયંત્રણ માટે ORT 'ક્વીન રિસ્પોન્સ ટીમ'ની રચના કરવામાં આવી છે.જેમાં બે સર્કલ ઓફિસ, બે વિસ્તાર અધિકારી, સર્વેયર, જુનીયર ઈજનેર, બે હેડ કોન્સ્ટેબલ, બે વનરક્ષક, માઈન્સ સુપરવાઈઝરની ટીમ બનાવી છે. જેનું હેડ કવાર્ટર પાલિતાણા મામલતદાર કચેરી રહેશે. 


આ ટીમ દૈનિક અહેવાલ સભ્ય સચિવ ટાસ્ક ફોર્સ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પાલિતાણાને કરશે. જે રિપોર્ટ ટાસ્ક ફોર્સને કરાશે. ટીમનું સંકલન દેખરેખ ભાવનગર નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રહેશે. ટીમ અને તેની કાર્યવાહીનું સુપરવિઝન અને દેખરેખ ઈન્સ્પેકટર ઓફ જનરલ ઓફ પોલીસ ભાવનગર રેન્જ રહેશે. અનઅધિકૃત પ્રવૃતી જણાય તો ૦૨૮૪૮- ૨૪૩૩૨૬ અથવા ૦૭૫૬૭૦૦૧૭૩૭ માં ફરિયાદ કરવા જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application