કપાળ પર તિલક, ગાળામાં ફૂલોની માળા, સાદગીથી ફેન્સ સાથે ઉજવ્યો બર્થ ડે, જાણો કેટલા વર્ષના થયા બીગ બી ?

  • October 11, 2023 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીગ બી  આજે પોતાનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ બિગ બીને તેમના ફેન્સએ ઘરે જઈ શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચનની જન્મદિવસની તસવીરો સામે આવી છે, જેમાં બિગ બી તેમના હજારો પ્રશંસકોને મળતા જોવા મળે છે. અમિતાભ રાત્રે પણ તેમના ચાહકોને મળ્યા હતા.



હવે ફરી એક વખત દિવસ દરમિયાન અમિતાભ બચ્ચન તેમના ઘર 'જલસા'માંથી બહાર આવ્યા અને ચાહકોને મળ્યા. આ પ્રસંગે, બિગ બીના ઘર પાસે હજારો ચાહકો એકઠા થતા જોવા મળે છે જેઓ તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.


બિગ બીએ પીળા અને સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો છે જેની ઉપર તેણે નારંગી રંગની શાલ પહેરી છે. આ પોશાક સાથે, અમિતાભ બચ્ચને તેમના ગળામાં કેટલીક માળા પહેરી છે અને તેમના કપાળ પર તિલક લગાવ્યું છે.અમિતાભના જલસા સામે હંમેશા લોકોની ભીડ જામે છે. તેઓ અવારનવાર જલસામાંથી બહાર આવે છે અને તેમના ચાહકોને મળે છે અને તેમનો આભાર માને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application