Tiger 3 : આ તહેવાર પર રીલીઝ થશે સલમાન અને કેટરીનાની સ્પાય ફિલ્મ, ભાઈજાને પોસ્ટર સાથે કર્યું કન્ફોર્મ

  • September 02, 2023 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે શાહરૂખ ખાનની 'જવાન'નો જોરોશોરોથી ચર્ચા ચાલી રહી છે, તો હવે બોલિવૂડના બીજા ખાન પણ તૈયારી કરી લીધી છે. YRF એ આજે 'ટાઈગર 3' નું પહેલું પોસ્ટર લોન્ચ કર્યું જેના પરથી ફિલ્મ એક્શનથી ભરપૂર હોવાનું જણાય છે. પોસ્ટરમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ પણ ફુલ એક્શનમાં જોવા મળી રહી છે.

સલમાન ખાને પોતે 'ટાઈગર 3'નું એક ધમાકેદાર પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે તેની 'ઝોયા' કેટરિના કૈફ સાથે બંદૂક પકડીને જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરને શેર કરતા અભિનેતાએ લખ્યું, 'હું આવું છું. ટાઇગર 3 દિવાળી 2023 પર રિલીઝ થશે. હિન્દી, તમિલ અને તેલુગુમાં આ ફિલ્મનો આનંદ માણો. મનીષ શર્મા 'ટાઈગર 3'નું નિર્દેશન કરી રહ્યા છે.
​​​​​​​

YRF સ્પાય યુનિવર્સ તરફથી આગામી ફિલ્મ 'ટાઇગર 3' છે જે દિવાળી 2023 માટે શેડ્યૂલ કરવામાં આવી છે. આ સ્પાય યુનિવર્સની શરૂઆત સલમાન ખાન સાથે 'એક થા ટાઈગર' (2012) દ્વારા થઈ હતી. જ્યાં પહેલીવાર સલમાન ખાન જાસૂસ બનીને ફેન્સનું મનોરંજન કરતો જોવા મળ્યો હતો. તેની આગામી ઓફર 'ટાઈગર ઝિંદા હૈ' હતી. આ બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી જે આદિત્ય ચોપરાની યશ રાજ ફિલ્મ્સ હેઠળ બની હતી.

આ જ વર્ષે શાહરૂખ ખાનની 'પઠાણ' રિલીઝ થઈ હતી જેમાં સલમાન ખાનનો કેમિયો જોવા મળ્યો હતો. હવે ટૂંક સમયમાં જ સલમાન-શાહરુખ ફરી એકવાર દિવાળી પર સાથે જોવા મળશે જ્યાં કિંગ ખાન કેમિયો કરશે. ટાઇગર 3 એ YRF સ્પાય યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. અગાઉ 'ટાઈગર ઝિંદા હૈ', 'વોર' અને 'પઠાણ' જેવી ફિલ્મો દર્શકોને પસંદ આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application