જામનગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોની ટીફીન બેઠકો સંપન્ન: કાર્યકરોમાં અનેરો ઉત્સાહ

  • July 18, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા ચાલતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિશેષ્ જનસંપર્ક તેમજ કાર્યકરો અને હોદેદારો સાથે સંકલનના હેતુ સહ ગુજરાતની તમામે તમામ ૧૮ર વિધાનસભામાં એકી સાથે ટીફીન બેઠકોનું આયોજન પ્રદેશ સંગઠન દ્વારા કરવામાં આવેલ હતું, જે અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં પણ ટીફીન બેઠકોનું આયોજન સફળ રહ્યું હતું.


જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની બેઠક જામનગર તાલુકાના ફલ્લા ખાતે યોજાયેલ હતી, જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ્ રમેશભાઈ મુંગરા ઉપરાંત કેબીનેટ મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લાના હોદેદારો, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, સંગઠનના કાર્યર્ક્તાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જામજોધપુર વિધાનસભાની બેઠક પીપર ગામ ખાતે મળેલ હતી. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મંડલના પ્રમુખ-મહામંત્રી તથા હોદેદારો, જિલ્લાના હોદેદારો, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો-આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા.


કાલાવડ વિધાનસભાની બેઠક શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે મળેલ જેમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી અભિષ્ોક પટવા, તાલુકા તથા શહેરી મંડલના હોદેદારો, નગરપાલિકાના સદસ્યો, જિલ્લાના હોદેદારો સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા.


આ તમામ બેઠકોમાં અનેક સંગઠનાત્મક મુદ્દા પર ચર્ચાઓ ઉપરાંત સૌએ સાથે સુરૂચિ ભોજન ગ્રહણ કરેલ હતું અને ઉપસ્થિત સર્વે કાર્યકરો નવી ઉર્જા અને ઉમંગ સાથે આવનારા સમયમાં લોક કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા કટીબધ્ધ બન્યા હોવાનું જિલ્લાના તમામ અગ્રણીઓએ જણાવેલ છે, તેમ જિલ્લા મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર તથા સહક્ધવીનર બાવનજીભાઈ સંઘાણીની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application