જેએનયુમાં ફરી બબાલ: બીબીસીની વિવાદીત ડોકયુમેન્ટ્રી જોતાં વિધાર્થીઓ પર પથ્થરમારો

  • January 26, 2023 12:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વીજળી–ઈન્ટરનેટ સેવા ઠપ કરી દેવાતા કૂચ યોજી: હૈદ્રાબાદ, કેરળમાં પણ બબાલ


જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.


જેએનયુના વિધાર્થીઓએ મંગળવારે વડાપ્રધાન મોદી પર બનેલી બીબીસીની ડોકયુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાની જાહેરાત કરી હતી. જોકે આ સ્ક્રીનિંગથી પહેલાં જ વિધાર્થી યુનિયનના કાર્યાલયમાં વીજળી ઠપ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ બની હતી. જેના લીધે મામલો બીચકયો હતો.



બીબીસી ડોકયુમેન્ટ્રી જોતા વિધાર્થીઓ પર પથ્થરમારા મામલે વિધાર્થીઓએ પોલીસ સ્ટેશન સુધી કૂચ પણ યોજી હતી. વિધાર્થીઓ કહે છે કે અમે હોસ્ટેલ જવા માગતા હતા પણ એબીવીપીના કાર્યકરોથી ડર લાગે છે. વિધાર્થીઓએ માગ કરી હતી અમને પોલીસ દ્રારા પ્રોટેકશન આપવામાં આવે. વસંતકુંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરાઈ હતી.



થોડા દિવસ પહેલાં જ જેએનયુએ બીબીસીની ડોકયુમેન્ટ્રી ન બતાવવાનો નિર્ણય કર્યેા હતો પણ જેએનયુએસયુએ જાહેરાત કરી હતી કે તે તેની તરફથી વિધાર્થીઓ માટે ડોકયુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરશે. તેના બાદથી વિવાદ થયો હતો. બીબીસીની ઈન્ડિયા: ધ મોદી કવેશ્ચન ડોકયુમેન્ટ્રી સિરીઝ ગુજરાત રમખાણો પર આધારિત છે. તે સમયે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.



ડાબેરી જૂથ સમર્થિત સ્ટુડન્ટસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આયશી ઘોષે દાવો કર્યેા હતો કે જેએનયુ તંત્રએ વીજળી કાપી નાખી હતી. સાથે જ ઈન્ટરનેટ પણ બધં કરી દીધું હતું. જોકે બાદમાં ઓફિસમાં વીજળી અને ઈન્ટરનેટ સેવા બહાલ કરાઈ હતી. યારે જેએનયુ વિધાર્થી યુનિયને બુધવારે પ્રોકટર ઓફિસમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application