બનાસકાંઠાના છ તાલુકામાં ત્રણ થી પાંચ ઈંચ વરસાદ

  • June 19, 2023 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં ક્યાંય વરસાદ નથી: ગરમીનું પ્રમાણ વધ્યું



ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદ થંભી ગયો છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું સૌથી વધુ જોર બનાસકાંઠા જિલ્લામાં રહેવા પામ્યું છે. બનાસકાંઠાના દાંતામાં પાંચ, અમીરગઢમાં સાડા ત્રણ, ખેડબ્રહ્મામાં સાડા ત્રણ, વિજયનગરમાં ત્રણ, પોશીનામાં પોણા ત્રણ અને વડાલીમાં દોઢ ઇંચ વરસાદ થયો છે.



આ ઉપરાંત મહેસાણા દાહોદ સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં પણ અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા પડ્યા છે.



ઉત્તર ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સ્વચ્છ થયું છે. સવારે ભેજનું પ્રમાણ વધુ હોય છે અને આકાશમાં વાદળો જોવા મળે છે પરંતુ વરસાદ નથી. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. કારણ કે ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને સવારે ભેજ વધુ હોવાથી લોકલ સિસ્ટમના આધારે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application