હેડ કવાર્ટરમાં પોલીસ કર્મચારીનું બાઇક સળગાવી નાખવાના બનાવમાં ત્રણની જામીન પર છુટકારો

  • March 21, 2023 11:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પોલીસમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પો.કોન્સ. તરીકે ફરજ બજાવતા રાહુલ ઇશ્ર્વરભાઇ મકવાણાનું પોતાના કવાર્ટરમાં પાર્ક કરેલું મોટર સાયકલ કોઇ અજાણ્યા ઇસમોએ આગ લગાડી સળગાવી નાખેલું હોય તે બાબતની ફરીયાદ ફરિયાદી પો.કોન્સ. રાહુલભાઇ દ્વારા ગઇ તા.૧૪-૩-૨૩ના રોજ જામનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં નોંધાવેલી તથા પોલીસ દ્વારા આઇ.પી.સી. કલમ મુજબ ગુનો નો:ધી તપાસ ચાલુ કરવામાં આવતા તપાસ દરમ્યાન આરોપી વિરેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ વાળા, સુનિલ ઇન્દ્વદન બારોટ તથા પોલીસ કર્મચારી હરિશ્ર્ચંદસિંહ જયવંતસિંહ જાડેજાની ધરપકડ કરવામં આવેલ તથા પોલીસ દ્વારા ફરિયાદીનું વિશેષ નિવેદન લેતા તે વિશેષ નિવેદન પરથી આઇપીસી કલમ તથા એટ્રોસીટી એકટની કલમ મુજબનો ગુનો બનતો હોય કલમનો ઉમેરો કરી તપાસ ડી.વાય.એસ.પી.ને સોંપવામાં આવેલ તથા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવલે.

​​​​​​​

જે કેસમાં આરોપીઓ દ્વારા તેમના વકીલ મારફત જામીન મુકત થવા માટેની જામીન અરજી સેશન્સ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી.



જે જામીન અરજીમાં આરોપી તરફેની દલીલ ઘ્યાને લઇ જામનગરના એડી. સેસન્સ જજ એ.એસ.વ્યાસ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાહુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામમાં આરોપી તરફે વકીલ તરીકે એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી તથા એડવોકેટ પાર્થ ડી. સામાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application