પીએસઆઇ પર હુમલા પ્રકરણમાં જોશી બંધુ સહિત ત્રણ પોલીસ સમક્ષ હાજર

  • March 01, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષ્ણનગરમાં બર્થડેની ઉજવણી બંધ કરાવવા ગયેલા પીએસઆઈ સાથે માથાકૂટ કરી હતી: આગાઉ ચારની ધરપકડ થઇ હતી




ગત તા. ૧૧/૨ ના રાત્રીના સ્વામિનારાયણ ચોક નજીકના કૃષ્ણનગરમાં મોડી રાત્રે રસ્તો બ્લોક કરી બર્થ ડે ની ઉજવણી કરતા શખ્સોએ ત્યાં પહોંચેલા ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ સાથે ઝપાઝપી કરી કાઠલો પકડી લીધો હતો.પીએસઆઈએ ફરજમાં રૂકાવટ, રાયોટીંગ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.જેના આધારે પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી.દરમિયાન મુખ્ય સુત્રધાર ઇશન જોશી,વિશાલ જોશી સહિત ત્રણ આરોપીઓ માલવિયાનગર પોલીસ સમક્ષ સામેથી હાજર થતા પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



કૃષ્ણનગર રોડ પર રસ્તા પર વાહનો દ્વારા રોડ બ્લોક કરી અમુક શખ્સો જન્મ દિવસની ઉજવણી કરતા હોય માલવીયાનગર પોલીસ સ્ટેશનની વેનમાં નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પીએસઆઈ પી.એલ.ધામા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.ત્યાં જઈ જોયું તો ચાર જેટલી કાર રોડ વચ્ચે રાખી બ્લોક કરવામાં આવ્યો હતો.એટલુ જ નહી થારના બોનેટ ઉપર છ કેક રાખી ત્યાં એકત્રીત જન્મ દિવસની ઉજવણી થઈ રહી હતી.જેથી આરોપીઓને કાર સાઈડમાં લઈ લેવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ એક શખ્સ પાસે આવ્યો હતો.જેણે કહ્યું કે તમે મને ઓળખતા નથી,હું ઇશાન જોશી છું,આજે મારા ભાઈ વિશાલનો જન્મ દિવસ છે. હમણા જ કેક કપાઈ જશે તમને શું વાંધો છે.જેથી પીએસઆઈ ધામાએ કહ્યું કે,તમે લોકો કાર સાઈડમાં લઈ, કોઈને નડતર ન થાય તે રીતે જન્મદિવસની ઉજવણી કરો તે સાથે જ વિશાલ અને તેના ભાઈ ઈશાને તેને રોકી ઝપાઝપી શરૂ કરી હતી.પોલીસે વિખેરાઈ જવાનું કહેતા પીએસઆઈ ધામા સાથે ઝપાઝપી કરી તેને ધક્કા મારી કાઠલો પકડી નેઈમ પ્લેટ અને યુનિર્ફોમના શર્ટનું બટન તોડી નાખ્યું હતું.પરીણામે પીએસઆઈ ધામાએ વધુ પોલીસ ફોર્સ મંગાવી હતી.તે સાથે જ આરોપીઓ ભાગવા લાગ્યા હતા. આમ છતાં સ્થળ પરથી બે આરોપી દર્શન નિલેશ ભટ્ટ અને કિરીટ ઉર્ફે કીરો મનસુખ પીઠડીયા હાથમાં આવતા બંનેની અટકાયત કરવામાં આવી હતી.


ત્યારબાદ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી નયનાબેન ભીખાભાઈ જોશી અને મિતાલીબેન ભીખાભાઈ જોશીની ધ૨પકડ કરી બાકીના પાંચ આરોપીઓમાં વિશાલ જોશી, તેના ભાઈ ઈશાન, વિનય ભટ્ટ, ગોપાલ બાલાભાઈ બોળીયા અને સતિષ માલમની માલવીયાનગર પોલીસે શોધખોળ શરૂ કરી છે.બાદમાં પોલીસે આરોપી સતિષ માલમને પણ ઝડપી લીધો હતો.


દરમિયાન આ પ્રકરણમાં આરોપી વિશાલ ભીખામાઇ જોશી(ઉ.વ ૩૦) ઇશાન ભીખાભાઇ જોશી(ઉ.વ ૩૧) અને વિનય જીતેન્દ્રભાઇ ભટ્ટ(ઉ.વ ૨૫) સામેથી પોલીસ સમક્ષ રજુ થતા પોલીસે તેની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે,10 વર્ષ પહેલા ઇશાને પ્રેમસંબંધમાં પોતાના મિત્રનું અપહરણ કરી હત્યા કરી હતી.આ બન્ને ભાઈ અગાઉ અલગ અલગ મારામારી, દારૂ,ગેરકાયદેસર હથિયારના સહિતના 10-10 ગુનામાં સંડોવાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application