વરતેજનાં લાખણકા રોડ પર થી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

  • March 18, 2023 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

વરતેજ પોલીસે વિદેશી દારૂ,કાર,મોબાઈલ અને રોકડ મળી રૂ.૩.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો


વરતેજના વાળુકડ ગામ નજીક લાખણકા રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને વરતેજ પોલીસે ઝડપી લઇ વિદેશી દારૂ, કાર, મોબાઈલ અને રોકડ રકમ મળી રૂ.પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની હેરાફેરી માટે કારમાં ચોર ખાના પણ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આવનવ અંગે વરતેજ પોલીસે ઝડપાયેલા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુની નોંધી તપાસ હાથ ધરી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વરતેજ પોલીસ મથકનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વાળુકુળ ગામ તરફ એક સફેદ કલરની મહેન્દ્ર કંપનીની કારમાં ચોર ખાના બનાવીને તેમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે વરતેજ પોલીસે વાળુકડ ગામ નજીક વોચમાં રહી લખાનકા રોડ પર પસાર થઈ રહેલી સફેદ કલરની બાતમી વાળી કાર  નં. જી.જે.૨૧ - એ.ક્યુ. ૬૪૦૮ ને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧૮ બોટલ તેમજ ૧૭૨ નંગ વિદેશી દારૂના ચપટા મળી આવ્યા હતા.


વરતેજ પોલીસે હરેશ કાનજીભાઈ આસોદરીયા રહે. સુરત અને રાજુ ડાયાભાઈ સુતરીયા રહે. મુળ વાળુકડ, હાલ ભાવનગરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો, સ્વીફ્ટ ડિઝાયર કાર, બે મોબાઈલ ફોન અને રોકડા રૂ. ૨,૪૦૦ મળી કુલ રૂ. ૩,૭૦,૬૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બંને ઈસમોની પૂછપરછ કરતા હિમાંશુ વિનોદભાઈ ચૌહાણ રહે. ભાવનગર, હાલ સુરત વાળાએ દારૂનો જથ્થો ભરી આપી, આ જથ્થો મહુવાના મુર્તુજા અસગરભાઈ ચોકવાળા તથા વિષ્ણુ નાથાભાઈ ગુજરીયાએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે હરેશ કાનજીભાઈ આસોદરીયા, રાજુ ડાયાભાઈ સુતરીયા, મુર્તુજા ચોકવાળા, વિષ્ણુ નાથાભાઈ ગુજરીયા અને હિમાંશુ વિનોદભાઈ ચૌહાણ વિરુદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી વઘુ તપાસ હાથ ઘરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application