ભાવનગર-અમદાવાદ હાઇ-વે પરનાં માઢીયા ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા

  • October 10, 2023 12:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ વિદેશી દારૂ કાર મલી કુલ રૂ ૭,૪૬,૮૫૦ નો મુદ્દામાલ કબજે લીધો


ભાવનગર-અમદાવાદ હાઇ-વે પરનાં માઢીયા ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ  એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળતા તુરતજ ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર ભાવનગર તરફ જતાં રોડ ઉપર માઢીયા ગામ પાસે વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ

મારૂતિ બલેનો કાર નંબર-GJ-04-EE 6966 ને અટકાવી તલાસી લેતાં વિદેશી દારૂની જથ્થો મળી આવ્યો હતો પોલીસે રવિ લોકચંદ ખીમતાણી ઉ.વ.૩૪,ધીરજ પ્રકાશભાઇ રાજાણી ઉ.વ.૨૦,રાજેશ ઉર્ફે રવિ મોહનભાઇ પારવાણી ઉ.વ.૨૮ ને વિદેશી દારૂની બોટલ નંગ ૬૫ ,મોબાઈલ કાર મળી કુલ રૂ ૭,૪૬,૮૫૦ સાથે ઘરપકડ કરી જયેશ મુલચંદ ચેતવાણી સહિત ચાર શખ્સો વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application