જામનગર વ્યાજખોરીના કેસમાં ત્રણના આગોતરા જામીન મંજુર

  • February 07, 2023 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એક વેપારીએ વ્યાજખોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં રાજકોટના વેપારી પરિવારે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.


જામનગરના વેપારી ચંદ્રેશભાઈ ભાંભરે રાજકોટના રતિલાલ રંગાણી તથા તેમના પરિવારજનો પાસેથી ૫૦ લાખ વ્યાજે લીધા હતા અને સિક્યુરિટીમાં ફાચરિયા ગામમાં આવેલી પોતાની ખેતીની જમીન મૂકી હતી. તે દરમિયાન રતિલાલ રંગાણીને ત્યાં કામ કરતા પોતાના કુટુંબીક જમાઈ રમેશ વસોયાના નામે તેઓએ આ જમીનનો કરાર કરી આપ્યો હતો. ત્યારપછી ચંદ્રેશભાઇએ ગયા વર્ષે રૃા.૫૦ લાખની રકમ રતિલાલ રંગાણીના પરિવારને ચૂકવી આપી હોવા છતાં તેઓ મિલકતનો કરાર કેન્સલ કરી આપતા ન હોવાની ફરિયાદ કરી હતી.

​​​​​​​ તે કેસ અન્વયે રાજકોટના વિજય રંગાણી, શીતલબેન વિજયભાઈ તથા માતા જયશ્રીબેન રતિલાલે આગોતરા જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી. તે અરજીના અનુસંધાને બંને પક્ષો  દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીઓના આગોતરા જામીન મંજુર રાખ્યા છે. અરજદારો તરફથી ભરત સુખપરિયા એન્ડ એસો.ના દિલીપ મામતોરા, શકીના લોખંડવાલા, ખ્યાતિ પાઉં, સમર્થ વેકરીયા રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application