પરબધામમાં ઉજવાશે ત્રિ–દિવસીય દિવ્યચેતના મહોત્સવ

  • April 26, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઈને ખેત૨ વાડીયુ, કોઈને ગામ ગ૨ાસ, આકાશી ૨ોજી ઉત૨ે, પ૨બે નકલકં દેવીદાસ...


૧૪૦ મુર્તિ મહાપ્રાણ પ્રતિા સાથે પ૨બ મંદિ૨ ભા૨તનું સૌ પ્રથમ મંદિ૨ બનશે, સહસ્ત્ર ચંડિયાગ,લઘુ૨ુદ્રયાગ,ત્રિ–દિવસીય પ૧ કુંડી મહાયજ્ઞ, દરરોજ ૨ાત્રીના સંતવાણી સહિતના ધર્મમય કાર્યક્રમોનું ભવ્ય–દિવ્ય આયોજન, લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે, તડામા૨ તૈયા૨ીઓ, 'આજકાલ'ના આંગણે ધર્મેાત્સવનું આમંત્રણ આપવા પધા૨ેલા આયોજકો




પ૨મ પૂજય સંતશ્રી દેવીદાસ બાપુ અને અમ૨માની સેવાની જયોત આજે પણ પ્રજવલ્લીત ૨ાખી છે એવા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પાસે આવેલા પ૨બધામ ખાતે પ.પૂ.શ્રી ક૨શનદાસ બાપુ (સદગુ સેવાદાસ બાપુ)ની આજ્ઞાથી આગામી તા.૧પ થી તા.૩પ સુધી ત્રિ–દિવસીય શ્રી દિવ્યચેતના મહોત્સવનું ભવ્ય આયોજન ક૨વામાં આવ્યું છે. આ ધર્મમહોત્સવની જહેમત ઉઠાવના૨ મુખ્ય આયોજકો–સંચાલકોની ટીમ લાલજીભાઈ પટેલ, પ્રાગજીભાઈ સાવલીયા,વિપુલભાઈ સંચાણીયા,કિ૨ીટભાઈ પ૨મા૨, લમણભાઈ આહિ૨, ૨ાજુભાઈ પટેલ સહિતના મહેમાનો આજકાલના આંગણેપધાર્યા હતાં અને આજકાલના એમડી.ચંદ્રેશભાઈ જેઠાણીને આમંત્રણ પત્રિકા પાઠવી હતી.
પ૨બધામ ખાતે તા.૧ મે થી શ થના૨ આ દિવ્યચેતના મહોત્સવમાં શ્રી ચુત:પષ્ટિ યોગીની માતાજી, શ્રીચતુ:ષ્ાષ્ટિ ભૈ૨વદેવજી,શ્રી સત શ૨ંભગ ઋષ્ાિજી,શ્રીસપ્તઋષ્ાીજી,શ્રી દિગ્પાલ દેવજીઓની નુતન ૧૪૦ મૂર્તિ મહાપ્રાણ પ્રતિા ક૨વામાં આવશે આ સાથે સહસ્ત્ર ચંડિયાગ, લઘુદ્રયાગ અને ત્રિ–દિવસીય પ૧ કુંડી મહાયજ્ઞનું આયોજન ક૨વામાં આવ્યું છે. આયોજકોની ટીમે જણાવ્યું હતું કે, એકી સાથે ૧૪૦ મૂર્તિ મહાપ્રાણ પ્રતિા થના૨ પ૨બધામ ભા૨તનું સૌ પ્રથમ મંદિ૨ બનવા જઈ ૨હયું છે. ત્રિ–દિવસીય ચાલના૨ા આ ધર્મેાત્સવ સમા કાર્યક્રમમાં સૌ૨ાષ્ટ્રમાંથી નામી અનામી સંતો–મહંતો પધા૨ી આર્શિવચન પાઠવશે તેમજ અવસ૨ની શોભા વધા૨વા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રીઓ, સાંસદો, ધા૨ાસભ્યો, સહિતના ૨ાજકીય નેતાઓ, મહાનુભાવો ઉપસ્થિત ૨હેશે. દ૨૨ોજ ૨ાત્રીના ગુજ૨ાતના જાણીતા કલાકા૨ો લોકડાય૨ામાં સંતવાણી, ભજનની જમાવટ ક૨શે.





ત્રિદિવસીય ભજન–ભોજન અને ભકિતના આ ધર્મેાત્સવની તડામા૨ તૈયા૨ીઓ ક૨વામાં આવી ૨હી છે જેને લઈને પ૨બધામ (ભેંસાણ) તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તા૨માં અને૨ો માહોલ જોવા મળી ૨હયો છે. ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે લઈને આસપાસના ગ્રામ્ય વિસ્તા૨ સહિતના સેવકગણ મોટી સંખ્યામાં જોડાયા છે. પ૨બધામના આંગણે ભવ્યાતિ ભવ્ય આ દિવ્યચેતના મહોત્સવમાં પધા૨વા સૌ ભાવિક ભકતોને સંતશ્રી ક૨શનદાસ બાપુ દ્રા૨ા જાહે૨ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.   



યજ્ઞ મહોત્સવનું યુ–ટયુબ પર લાઈવ પ્રસારણ
પરબધામ ખાતે આયોજિત દિવ્યચેતના મહોત્સવની સાથે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણેય દિવસના આ યજ્ઞનું PARABDHAM official ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application