લક્ઝરી ફેશન બ્રાન્ડ બાલેન્સીયાગાએ તાજેતરમાં 'Paris Sneaker' ના નામ સાથે તેના સ્નીકર્સનું મર્યાદિત કલેક્શન લોન્ચ કર્યું છે. આ પેરિસ સ્નીકર કલેક્શન હેઠળ જૂતાની માત્ર 100 જોડી બનાવવામાં આવી છે. આ શૂઝ એટલા કદરૂપા લાગે છે કે જાણે કચરાના ઢગલામાંથી ઉપાડવામાં આવ્યા હોય. જોઈને એવું લાગે છે કે કોઈએ પહેરીને ફેંકી દીધા છે અને કંપનીએ લોન્ચ કર્યા છે. ત્યારે તેની કિંમત પણ ઘણી ઊંચી રાખવામાં આવી છે.
બાલેન્સીયાગાએ ફાટેલા અને જુના જેવા દેખાતા જૂતા લોન્ચ કર્યા છે. જેમાં આખી દુનિયામાં માત્ર 100 જોડી શૂઝ લોન્ચ કરવામાં આવશે.
કંપનીએ રાખી છે આ કિંમત
આ સ્નીકર્સ લાલ, કાળા અને સફેદ રંગમાં ઉપલબ્ધ છે. જૂતાની કિંમત $625 થી શરૂ થાય છે, જે આશરે રૂ. 48,304 છે અને $1,850ની રેન્જ સુધી જાય છે, જે આશરે રૂ. 1,42,982 છે. બેલેન્સિયાગા પેરિસ સ્નીકર વિશ્વભરમાં તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ
જો કે, જ્યારથી આ સ્નીકર્સની તસવીરો વાયરલ થઈ છે, સોશિયલ મીડિયા પર યુઝર્સ બેલેન્સિયાગાને નિર્દયતાથી ટ્રોલ કરી રહ્યા છે. ટ્વિટર યુઝર્સે પ્રોડક્ટની ટીકા કરતા કહ્યું કે આ જૂતા ગરીબો અને બેઘર લોકોની મજાક ઉડાવે છે.
કંપનીએ નિવેદન આપ્યું હતું
જૂતા બનાવવાનો હેતુ સમજાવતા, બાલેન્સિયાગાએ કહ્યું છે કે આ શૂઝની ડિઝાઇન ક્લાસિક છે અને મધ્યયુગીન એથ્લેટિક્સને પ્રતિબિંબિત કરે છે. તેમના એકમાત્ર અને આગળના ભાગમાં સફેદ રબર હોય છે. આ શૂઝને જોઈને એવું પણ લાગે છે કે આ શૂઝ પહેલાં કોઈએ પહેર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech