પૃથ્વી પર ઘણા એવા પ્રાણીઓ છે જેના વિશે આપણે જાણતા નથી. કેટલાક એવા હોય છે જે આપણે આપણી આસપાસ દરરોજ જોઈએ છીએ. જો કે કેટલાક એવા જીવો છે જેના વિશે આપણને માત્ર કિતાબી જ્ઞાન હોય છે, પરંતુ આપણે તેમના વિશે ઘણા રસપ્રદ તથ્યો નથી જાણતા.
જ્યારે પણ શરીરમાંથી ચામડી કે ગંદકી છોડવાની વાત થાય છે ત્યારે મનમાં એક જ પ્રાણીનું નામ આવે છે - સાપ. હાલ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક જંતુએ તરત જ પોતાનો રંગ બદલી નાખ્યો. જ્યાં પહેલા તે પીળો હતો, થોડીવારમાં તે બ્લૂ દેખાવા લાગ્યો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં મુજબ એક સેન્ટીપેડ શરૂઆતમાં તે પીળો રંગનો હોય છે. પછી તે ધીમે ધીમે પોતાની ત્વચામાંથી બહાર આવવા લાગે છે. તેનો પીળો રંગ વાદળી થઈ જાય છે કારણ કે ચામડીની નીચેથી જે ભાગ બહાર આવે છે તે સંપૂર્ણપણે વાદળી છે. આ આખી પ્રક્રિયા જોઈને તમને આશ્ચર્ય થશે કારણ કે અત્યાર સુધી તમે માત્ર સાપને જ આ રીતે તેની ચામડી ઉતારતા જોયા હશે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ એટલે કે 40 લાખ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ આ અંગે કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું- કાશ આપણે માણસો પણ આ કરી શકીએ. અન્ય યૂઝર કહે છે - મેં આ પહેલીવાર જોયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech