દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ ખેલાડી બન્યા ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ, BCCIના સચિવે આપી માહિતી

  • August 14, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ ગૌતમ ગંભીરને ટીમનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી હતી. હવે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. આ પ્રવાસ આવતા મહિને શરૂ થશે.



મોર્ને મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈના સચિવ જય શાહે પીટીઆઈને આ માહિતી આપી હતી. જ્યારે ગૌતમ ગંભીરને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યા ત્યારે તેણે બોલિંગ કોચ માટે મોર્ને મોર્કેલનું નામ સૂચવ્યું હતું, જેને હવે મંજૂર કરવામાં આવ્યું છે. મોર્ને મોર્કેલ આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચ પણ રહી ચૂક્યા છે.




ગૌતમ ગંભીર અને મોર્ને મોર્કેલ પણ લખનૌ સુપર જાયન્ટ્સ માટે સાથે કામ કરી ચૂક્યા છે. બંને વચ્ચેના સંબંધો પણ ઘણા સારા છે. જ્યારે ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો, ત્યારે મોર્કેલ ફ્રેન્ચાઇઝીનો બોલિંગ કોચ રહ્યો છે. IPL 2024 માં, ગૌતમ ગંભીર લખનૌ છોડીને તેની જૂની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયો. જો કે મોર્ને મોર્કેલ હજુ પણ એલએસજી સાથે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application