એક ટી બેગનો ઉપયોગ કરીને ઘણી વખત બનાવી લે છે ચા, બોલિવૂડની આ સેલેબ્રીટી છે અત્યંત કંજૂસ, કપિલ શર્માના શોમાં થયો ખુલાસ

  • June 06, 2023 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'ધ કપિલ શર્મા શો' ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. દર અઠવાડિયે ઘણા સેલેબ્સ તેમની ફિલ્મ અથવા તેમના આગામી પ્રોજેક્ટને પ્રમોટ કરવા અથવા કોઈ ઇવેન્ટની જાહેરાત કરવા માટે આ શોમાં આવતા રહે છે. આ દરમિયાન કોમેડિયન કપિલ શર્મા આ મહેમાનો સાથે ખૂબ મજાક કરે છે અને દર્શકોનું મનોરંજન પણ કરે છે.


આ અઠવાડિયે સારા અલી ખાન અને વિકી કૌશલે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રચાર માટે 'ધ કપિલ શર્મા શો'ના સેટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સારાએ શોમાં પોતાના વિશે એવો ખુલાસો કર્યો કે બધા ચોંકી ગયા.



અગાઉ કપિલ શર્માના શોમાં વિક્કી કૌશલે જણાવ્યું હતું કે સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહને સોળસો રૂપિયાના ટુવાલ ખરીદવા બદલ ઠપકો આપી રહી હતી. આના પર સારા બોલે છે કે આટલા મોંઘા ટુવાલ કોણ ખરીદે છે. આ પછી, અભિનેત્રી હસતાં હસતાં જણાવે છે કે તે ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કંજૂસ માણસ છે. તેણે કહ્યું કે તે એક ટી-બેગથી ઘણી વખત ચા બનાવે છે. સારાના આ ખુલાસા પર વિકી કૌશલ, કપિલ શર્મા અને અર્ચના પુરણ સિંહ સહિત તમામ દર્શકો ખૂબ હસ્યા.



આ પછી કપિલ શર્માએ સારાને પૂછ્યું કે શું તેને ખબર છે કે ઓટો ડ્રાઈવરને કેટલા પૈસા આપવા જોઈએ? આ સાંભળીને સારાએ જવાબ આપ્યો કે ઓટો ડ્રાઈવરને 17 થી 22 રૂપિયાની વચ્ચે આપવા જોઈએ. આ પછી સારાએ તેની બીજી ઘણી વાર્તાઓ સંભળાવી, જેને સાંભળીને બધા ખૂબ હસ્યા.


સારા અલી ખાન અને વિકી કૌશલની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' તાજેતરમાં રિલીઝ થઈ છે. રોમેન્ટિક કોમેડીને પહેલા દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. વીકેન્ડ પર ફિલ્મે ઘણું સારું કલેક્શન કર્યું છે. કુલ કમાણીની વાત કરીએ તો સારા અને વિકીની ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં 21 કરોડથી વધુ કમાણી કરી લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application