આ પ્રાણીઓને સાપના ઝેરની કંઈ નથી થતી અસર !

  • September 25, 2023 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિંગ કોબ્રા સહિત ઘણા ઝેરીલા સાપ છે, જેમના કરડવાથી કોઈ પણ જીવ મરી શકે છે. ઈનલેન્ડ તાઈપન એટલા ઝેરી છે કે તેના ઝેરનું એક ટીપું ઘણા લોકોના મૃત્યુનું કારણ બની શકે છે. સૌથી ઝેરી સાપમાં ઓસ્ટ્રેલિયન સાપ કોસ્ટલ તાઈપન બીજા ક્રમે છે. પરંતુ   દુનિયામાં કેટલાક એવા જીવો છે જેમને જો કોઈ સાપ કરડે તો તેના શરીર પર કોઈ અસર પણ થતી નથી. કારણ કે તેમના શરીરમાં ઝેર ફેલાતું નથી. 


જીવવિજ્ઞાનીઓના મતે, સાપનું ઝેર સામાન્ય રીતે સાપની વચ્ચે રહેતા પ્રાણીઓને અસર કરતું નથી. તેથી, જો તેઓ કરડે તો પણ પ્રાણી મૃત્યુ પામતું નથી. તમે આમાંથી મોટા ભાગના જોયા જ હશે.


હની બેજર અથવા બિજ્જુ તરીકે ઓળખાતું પ્રાણી સાપના ડંખથી પ્રભાવિત થતું નથી. કારણ કે તે કોઈ પણ સાપ હોય, તેનું ઝેર તેના શરીરમાં ફેલાતું નથી.  જાણીને નવાઈ લાગશે કે હની બેઝર સાપને મારીને ખાય છે.


વુડ રેટ એ એક પ્રકારનો ઉંદર છે, જેને સાપના ઝેરથી અસર થતી નથી. જો કે, મોટા સાપ ઘણીવાર તેમને સંપૂર્ણ ગળી જાય છે. એટલા માટે તેઓ ઘણીવાર સાપથી દૂર રહેવાનું પસંદ કરે છે.



કેલિફોર્નિયા ગ્રાઉન્ડ ખિસકોલી એ એક પ્રકારની ખિસકોલી છે. તે સામાન્ય રીતે અમેરિકામાં નાના ઘાસના મેદાનો, વૃક્ષોથી ઢંકાયેલી ટેકરીઓ અને ગ્રેનાઈટ ખડકોમાં જોવા મળે છે. તેને સાપ કરડવાથી અસર થતી નથી.


ડુક્કરને સાપ કરડે તો તે મરતા નથી. કારણ કે તેના શરીરમાં એક ખાસ પ્રકારનું કેમિકલ ન્યુરોટોક્સિન હોય છે જે સાપના ઝેરને નષ્ટ કરે છે અને તેને વધુ ફેલાવવા દેતું નથી.


શાહુડી જેવો દેખાતો હેજહોગ યુરોપમાં જોવા મળે છે પરંતુ તેને ભારતમાં પણ પાળી શકાય છે. દેખાવમાં નાનું લાગતું આ પ્રાણી ખૂબ જ હિંમતવાન છે. સાપના ઝેરની તેના પર કોઈ અસર થતી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application