એવી ઉધરસ આવી કે શરીરનું મજબૂત હાડકું એક ઝાટકે તૂટી ગયું !

  • June 03, 2024 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શરદી અને ખાંસી થવી સામાન્ય વાત છે, પરંતુ જરા વિચારો કે જો કોઈને ખાંસી થાય અને તેના કારણે શરીરનું હાડકું તૂટી જાય તો? વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ ચીનના ફુજીયાન પ્રાંતમાં કંઈક આવું જ બન્યું છે. અહીંની સેકન્ડ પીપલ્સ હોસ્પિટલના ડૉક્ટરોએ હાલમાં જ એક 35 વર્ષીય વ્યક્તિનો ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કથિત રીતે માત્ર ખાંસીથી વ્યક્તિના શરીરનું એક હાડકું તૂટી ગયું હતું, જે શરીર માટે સૌથી મજબૂત હાડકા તરીકે ગણવામાં આવે છે.


હોસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગના ડાયરેક્ટર ડોંગ ઝોંગે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ વિચિત્ર છે, કારણ કે સામાન્ય રીતે 35 વર્ષની આસપાસના લોકોમાં કાર અકસ્માત અથવા ખૂબ ઊંચાઈ પરથી પડી જવા જેવી ગંભીર પરિસ્થિતિઓમાં જ ફેમર ફ્રેક્ચર થાય છે, તે સૌથી મજબૂત હાડકું માનવામાં આવે છે પરંતુ આ વ્યક્તિનું ફેમર માત્ર ઉધરસને કારણે તૂટી ગયું છે. આ ખરેખર તદ્દન વિચિત્ર છે.


વેબસાઈટ ઓડિટી સેન્ટ્રલના અહેવાલ મુજબ, પીડિતએ ડોક્ટરોને જણાવ્યું કે તેને તીવ્ર દુખાવો થાય છે, ખાસ કરીને ખાંસી પછી તરત જ, પરંતુ તેણે તેને એક ખેંચાણ તરીકે અવગણ્યું હતું. જો કે, જ્યારે તેને દુખાવાને કારણે ચાલવામાં તકલીફ થવા લાગી, ત્યારે તેણે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું, જ્યાં ડોક્ટરોએ એક્સ-રે કર્યો અને જાણવા મળ્યું કે તેના ફેમરમાં ફ્રેક્ચર થયું છે. તેમના માટે પણ આ થોડું આશ્ચર્યજનક હતું, કારણ કે તેમના શરીર પર ક્યાંય પણ ઈજાના નિશાન નહોતા.


અહેવાલો અનુસાર, જ્યારે ડૉક્ટરોએ આ વ્યક્તિને તેના સામાન્ય સ્વાસ્થ્ય, ખાવાની આદતો અને જીવનશૈલી વિશે પૂછ્યું અને 'બોન ડેન્સિટી ટેસ્ટ' કરાવ્યો, ત્યારે જાણવા મળ્યું કે તેના હાડકાંની ઘનતા 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ જેવી હતી. ડોકટરોએ પછીથી પુષ્ટિ કરી કે તેને હાડકાની કોઈ બિમારી નથી, પરંતુ તેઓએ તારણ કાઢ્યું કે તેની કોકની આદત, ખરાબ આહાર અને કસરતનો અભાવના કારણે તેના હાડકાં નબળા થઈ ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application