ભાણવડ પંથકમાં સિંચાઈના મશીનો સહિતના ઓજારોની ચોરી

  • March 28, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડથી આશરે બાર કિલોમીટર દૂર સઈ દેવરીયા ગામે આવેલી ધારૂ વાળી સીમમાંથી પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહેતા સુરેશભાઈ મેણંદભાઈ ઓડેદરા નામના ૪૭ વર્ષના મહેર ખેડૂત આસામીની વાડીમાં રાખવામાં આવેલું રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતનું સિંચાઈ માટેનું મશીન તથા અન્ય ત્રણ સાહેદ વિનોદભાઈ ભાણજીભાઈ સંતોકીનું રૂપિયા ૩૨ હજારની કિંમતનું સિંચાઈનું મશીન, દિનેશભાઈ ભોવાનભાઈ ભાલોડિયાનું રૂપિયા ૩૨ હજારનું સિંચાઈનું મશીન તેમજ બીપીનભાઈ પોપટભાઈ ભાલોડિયાએ વર્તુ નદીના કાંઠે રાખેલું રૂપિયા ૩૨ હજારની કિંમતનું સિંચાઈનું મશીન ઉપરાંત અન્ય એક આસામી જયસુખભાઈ જેરામભાઈ પીપરોતર (રહે. મોરઝર) એ ખરાબમાં રાખેલા ટ્રેક્ટરની રૂ. ૧૦,૦૦૦ ની કિંમતની ટ્રેક્ટરની દાંતી ચોરાઈ હોવાનું ભાણવડ પોલીસમાં જાહેર થયું છે.
આથી પોલીસે સોઢાણા ગામના સુરેશભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી રૂપિયા ૧.૨૧ લાખની કિંમતના ચાર મશીન તથા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતનો દાંતી મળી કુલ ૧.૩૧ લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application