દુનિયાની સૌથી મોંઘી ચા, એક કપ માટે વેચવી પડશે જમીન !

  • November 29, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાણી પછી, જો કોઈ પીણું ભારતમાં સૌથી વધુ પીવામાં આવે છે, તો તે કદાચ ચા હશે. ફાઈવ સ્ટાર હોટેલ્સથી લઈને રસ્તાની બાજુના સ્ટોલ સુધી ચા મળશે. ભારતમાં ચાની કિંમત સ્થળ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એટલે કે જો તમે સ્ટ્રીટ સ્ટોલ પરથી ચા પીતા હોવ તો તેની કિંમત ૫ થી ૧૦ રૂપિયાની વચ્ચે હોય છે. જો તમે ફાઈવ્ સ્ટાર હોટલમાં આ જ ચા પીઓ છો, તો તમારે તેના માટે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડી શકે છે. પરંતુ જો આપણે કહીએ કે કેટલીક ચાની કિંમત આના કરતાં ઘણી વધારે છે તો ? ખરેખર, એક ચા એવી છે જે કરોડો રૂપિયામાં મળે છે. તે વિશ્વની સૌથી મોંઘી ચા હોવાનું કહેવાય છે. આ ચા ચીનમાં બને છે. 



દુનિયાની સૌથી મોંઘી ચાની કિંમત ૧ મિલિયન ડોલરથી વધુ છે. તે ચીનના ફુજિયન પ્રાંતના વુઇ પર્વતોમાં જોવા મળે છે. છેલ્લી વખત આ ચાની લણણી વર્ષ ૨૦૦૫માં કરવામાં આવી હતી. આ ખાસ ચાનું નામ છે દા હોંગ પાઓ. તેના થોડા ગ્રામની કિંમત સોનાની કિંમત કરતાં અનેક ગણી વધારે હતી. ૨૦૦૨માં માત્ર ૨૦ ગ્રામ ચાની કિંમત ૧૮૦,૦૦૦ યુઆન અથવા લગભગ ૨૮,૦૦૦ ડોલર હતી.


આ ચા એટલી ખાસ છે કે માઓએ ૧૯૭૨માં ચીનની સત્તાવાર મુલાકાત દરમિયાન તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને તેનું ૨૦૦ ગ્રામનું પેકેટ ભેટમાં આપ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application