ભારતમાં લોકો આયર્ન, કેલ્શિયમ અને ફોલેટ જેવા જરી સૂમ પોષકતત્વોની પૂરતી માત્રામાં વપરાશ કરતા નથી. વિશ્વભરમાં બે અબજથી વધુ લોકોમાં સૂમ પોષકતત્વોની ઉણપ છે. સૂમ પોષકતત્વોની ઉણપ શિક્ષણ, કૌશલ્ય અને રોગપ્રતિકારક તંત્રના કાર્યને અસર કરે છે. ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.
અભ્યાસમાં ૧૮૫ દેશોમાં ૧૫ સૂમ પોષકતત્ત્વોના સેવનનો અંદાજ છે, જે સપ્લીમેન્ટ આહાર પર આધારિત છે. આ સંશોધનનું નેતૃત્વ હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કયુ છે. અભ્યાસ કહે છે કે વિશ્વની ૭૦ ટકા વસ્તી અથવા પાંચ અબજ લોકોમાં આયોડિન, વિટામિન ઇ અને કેલ્શિયમની ઉણપ છે. ભારતમાં આયોડિનની ઉણપ પુષો કરતાં ક્રીઓમાં વધુ જોવા મળે છે. બીજી તરફ મહિલાઓની સરખામણીમાં પુષોમાં ઝિંક અને મેેશિયમની ઉણપ જોવા મળી હતી. આ તારણો દેશમાં પોષક તત્ત્વોની ઉણપને લઈને પુષો અને ક્રીઓ વચ્ચે મોટો તફાવત બતાવે છે.
અભ્યાસમાં જણાવાયું છે કે જુવાર અને બાજરી જેવા પોષક તત્વોથી ભરપૂર જાડા અનાજનો વપરાશ ઓછો થયો છે. આ તમામ કારણોને લીધે, ભારતની વસ્તી પોષણની ઉણપના વધુ જોખમનો સામનો કરી રહી છે. અનુમાન મુજબ, સૂમ પોષકતત્વોની ઉણપથી પીડાતા વિશ્વના ૨ અબજ લોકોમાંથી એક તૃતીયાંશ લોકો ભારતમાં રહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મુખ્ય ખોરાકમાં પોષણનો અભાવ આ સમસ્યાનું મુખ્ય કારણ હોઈ શકે છે.
૧૦થી ૩૦ વર્ષના લોકોને કેલ્શિયમની ઉણપનું જોખમ
અભ્યાસોએ દર્શાવ્યું છે કે ૧૦ થી ૩૦ વર્ષની વયના લોકોમાં કેલ્શિયમની ઉણપનું સૌથી વધુ જોખમ રહેલું છે. આ સમસ્યા ખાસ કરીને દક્ષિણ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા અને સબ–સહારન આફ્રિકા જેવા પ્રદેશોમાં છે. શકિતશાળી ખાતરો અને ઝેરી રસાયણોના ઉપયોગને કારણે પોષણ ઘટવાની સાથે અનાજમાં ઝેરી તત્વોનું પ્રમાણ પણ વધ્યું છે જે ચિંતાનો વિષય છે. છેલ્લા ૫૦ વર્ષમાં ચોખામાં ઝીંક અને આયર્ન જેવા આવશ્યક તત્વોની માત્રામાં ૩૩ અને ૨૭%નો ઘટાડો થયો છે. યારે ઘઉંમાં અનુક્રમે ૩૦ અને ૧૯% ઘટાડો થયો છે. તેનાથી વિપરીત, ચોખામાં ઝેરી તત્વ આર્સેનિકનું પ્રમાણ ૧,૪૯૩ ટકા વધ્યું છે. એટલે કે, સૂમ પોષકતત્વોના અભાવને કારણે, આપણો મુખ્ય ખોરાક માત્ર ઓછો પૌષ્ટ્રિક જ નથી બન્યો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech