BREAKING NEWS

વિશ્ર્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં લેસર ફલેમીંગોના ધામા.

  • March 30, 2026 12:48 PM 

વિશ્ર્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં લેસર ફલેમીંગોના ધામા.

જામનગરના વિશ્ર્વ વિખ્યાત અને રામસર સાઇટ જાહેર થયેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં દર વર્ષની જેમ ઉનાળામાં લેસર ફલેમીંગોએ ધામા નાખ્યા છે. આ પક્ષીઓ કચ્છના નાના રણમાંથી દર વર્ષે ઉનાળામાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં આવે છે. હજુ લેસર ફલેમીંગો આવી રહ્યા હોય આગામી દીવસોમાં આ પક્ષીઓની સંખ્યા વધશે. આ પક્ષીઓને ખીજડીયા અભ્યારણ્યમાં અનૂકૂળ વાતાવરણની સાથે ખોરાક તથા સલામત રહેઠાણ મળતું હોય હજારોની સંખ્યામાં આવે છે. સમગ્ર ઉનાળો અભ્યારણ્યમાં વસવાટ કરતા આ પક્ષીઓ અહીં પોતાના પાર્ટનરની પસંદગી કરી કચ્છના નાના રણમાં જઇને નેસ્ટીંગ કરે છે. ત્યારે ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં લેસર ફેલમીંગોના આગમનનો નયનરમ્ય નઝારો નિહાળવો ખરેખર એક લ્હાવો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News