કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો

  • February 24, 2024 09:59 AM 

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે.  ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શોને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમ બેન માડમે નિહાળ્યો હતો.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભુમિ દ્વારકા તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. જેને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમ બેન માડમે તેમજ બહોળી સંખ્યામાં નાગરિકોએ  લાઈટ શો નિહાળ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application