ભાવનગર : સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની સતત ચોથા વર્ષે અનોખી શિવ ભક્તિ

  • August 23, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

દુર્લભ અને જવલ્લે જ જોવાં મળતાં ૧૦૮ ગુલાબી કમળ પુષ્પોની માળા બનાવી  ભગવાન શિવને  ખૂબ કઠિન એવી ૧૦૮ શિવ ચાલીસા પાઠ સાથે અર્પણ કરી


સિંચાઈ વિભાગમાં કાર્યરત એવાં નાયબ કાર્યપાલક ઇજનેર જીગ્નેશ જોશી એક કુશળ સરિતા માપક અધિકારી  હોવાં સાથે અનોખાં અને આગવા શિવભક્ત પણ છે.જેની છેલ્લા ચાર વર્ષ થી શ્રાવણ માસ માં જોવા મળે છે


સામાન્ય રીતે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાં માટે લોકો વિવિધ રીતે શિવ ભક્તિ કરતાં હોય છે.પણ જીગ્નેશ જોશીએ આ વર્ષે ભગવાન શિવનો મહિમા કરતાં જવલ્લે જ જોવાં મળતાં અને દુર્લભ એવાં ૧૦૮ ગુલાબી કમળપુષ્પોની માળા બનાવીને ભગવાન શિવને અર્પણ કરી હતી.


ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને પ્રેમ પ્રદર્શિત કરતાં લોકો  શ્રાવણ માસમાં  ભોલેનાથ શંકરને માટે ભાગે માટીના શિવલિંગ બનાવી, બીલીપત્રો, દૂધ, પાણી ચડાવીને અભિષેક કરતાં હોય છે.


આ ઉપરાંત ભગવાન શિવને રિઝવવા માટે ફૂલોની માળા પણ અર્પણ કરતા હોય છે. પરંતુ ગુલાબી રંગના કમળપુષ્પ મળવા બહુ મુશ્કેલ હોય છે.


આથી જોશીએ પોતે જ ભાવનગરના જુદા- જુદા તળાવો ફંફોસીને મહા મહેનતે ૧૦૮ કમળપુષ્પો શોધ્યાં હતાં અને આ પુષ્પોની માળા બનાવીને ભગવાન મહાકાલ ના શૃંગાર વાળા શિવને પવિત્ર સોમવારે ૧૦૮ અઘરી ગણાતી શિવ ચાલીસાના પાઠ કરી અર્પણ કરી હતી.


આ ઉપરાંત જોશી દ્વારા શ્રાવણ માસના છેલ્લા ત્રણ વર્ષ ગત વર્ષે 2008 ગુલાબ પુષ્પોની માળા તેના પહેલા વર્ષે 30 અલગ અલગ દ્રુવ્યો કપિલા ગાયનું દૂધ,ચંદનવાળું જળ, અષ્ટગંધવાળું જળ, ગાયનું ઘી, મધ, સાકરવાળું જળ, રક્તચંદનવાળું જળ ધરો-દૂર્વાવાળું જળ, દાભળો દર્ભવાળું જળ, સરસવનું તેલ, સુગંધી તેલ, શેરડીનો રસ, ત્રોફાનું જળ, દળેલી હળદર, આમળાનો રસ, દ્રાક્ષનો રસ, દાડમનો રસ, શમીપત્ર વગેરેથી શિવ ની અલગ અલગ મંદિરો પૂજા એની પહેલા વર્ષે 108 ધતુરાના ફળોની માળા બનાવી  પૂજા કરી હતી. 


આ સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન 30 અલગ અલગ પુષ્પો જાતે ગોતી જા તે માળા બનાવીને 30 અલગ અલગ શિવ મંદિરો ભગવાન શિવને સમર્પિત કરવાનો તેમનો સંકલ્પ છે. આ સમગ્ર કાર્યમાં તેમની માતૃશ્રી ગાયત્રી બહેનની પ્રેરણા અને પરિવારમાં પત્ની ડૉ  દીપલ (મેડિકલ ઓફિસર) નો સપોર્ટ ખૂબ મળી રહે છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application