ભારતીયોની મનપસંદ વાનગીઓને અપાયો સૌથી ખરાબ ફૂડનો ખિતાબ !

  • August 24, 2023 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેસ્ટેટલાસ દ્વારા લોકોની ફેવરીટ દહી પુરીને ભારતનું સૌથી ખરાબ સ્ટ્રીટ ફૂડનો નંબર વનનો તાજ આપવામાં આવ્યો છે. તમારામાંથી ઘણાને આ દહી-પુરી સાથે સેવ, દાડમ અને દહીં સાથે ગોલગપ્પામાં બટાકા અને વિવિધ પ્રકારની લીલી ચટણીઓ ગમશે. પરંતુ આ યાદી અનુસાર તે ભારતમાં સૌથી ખરાબ સ્ટ્રીટ ફૂડ છે. ફ્રેશ, ક્રિસ્પી સેવને સૌથી ખરાબ સ્ટ્રીટ ફૂડ કેટેગરીમાં બીજા નંબરે મૂકવામાં આવી છે. ભારતમાં ચાટ, પાપડી, છોલે સમોસા અને મસાલા-પુરી સેવ વિના અધૂરી છે.


ગુજરાતની દાબેલીને ત્રીજા નંબરે સૌથી ખરાબ વાનગીનો ખિતાબ મળ્યો છે. સેન્ડવીચ એ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પોમાંથી એક છે, આ કિસ્સામાં બોમ્બેયા સેન્ડવિચમાં ડુંગળી, બટેટા, બીટરૂટ અને કાકડી ભરેલી હોય છે. આ સેન્ડવીચને કાળા મરી, જીરું અને ચાટ મસાલા સાથે પીરસવામાં આવે છે. છતાં બોમ્બેની આ બેસ્ટ ટેસ્ટી ડીશને ચોથા નંબરે સૌથી ખરાબ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાવવામાં આવ્યું છે.


ઈંડાની ભુર્જી સામાન્ય રીતે બનાવવા સરળ વાનગી છે. ઇંડાને શાકભાજી અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઘણા બધા લોકોની ફેવરીટ ડીશ હોવા છતાં આ પાંચમુ સૌથી નકામુ સ્ટ્રીટ ફૂડ ગણાવ્યું છે. જેણે આ યાદીમાં દહીંવડાનો સમાવેશ કર્યો હશે તેણે ખરેખર ક્યારેય દહીંવડાનો સ્વાદ ચાખ્યા પણ નહી હોય. મૂંગ દાળના વડાને આમલીની ચટણી અને ફુદીનાની ચટણી સાથે સેવ, દાડમના દાણા અને ચાટ મસાલા સાથે પીરસવામાં આવે છે. આવી ટેસ્ટી વાનગીને છઠ્ઠી સૌથી ખરાબ વાનગી તરીકે નંબર અપાયો છે.


જ્યારે પણ નવરાત્રિ કે શ્રાવણ મહિનો હોય ત્યારે અચૂક દરેક ઘરમાં સાબુદાણાના વડા બનાવવામાં આવે છે. આ નવરાત્રી સ્પેશિયલ ડીશને સૌથી ખરાબ સ્ટ્રીટ ફૂડમાં સાતમા નંબર પર રાખવામાં આવી છે.


પાપડી ચાટ કોની ફેવરીટ નથી હોતી ?, સૂકી ગોલગપ્પા પાપડીને દહીં, ફુદીનો, ચણા, બટેટા, આમલીની ચટણી અને દહીં સેવ સાથે એવા મસાલા સાથે પીરશે કે તમે આંગળી ચાટતા રહી જશો. પણ પાપડી ચાટને પણ આ લીસ્ટ મુજબ ખરાબ ફૂડ ગણવામાં આવ્યું છે. આલૂ પરાઠા, કોબી પરાઠા અને પનીર પરાઠા તો સૌ કોઈના ફેવરીટ છે, ટેસ્ટેટલાસ મુજબ, ગોબી પરાંઠા સૌથી ખરાબ સ્ટ્રીટ ફૂડમાં સ્થાન અપાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application