બર્ધન ચોકમાં પર્સમાંથી થયેલા સોનાના ચેઇનની ચોરીનો ભેદ ઉકેલાયો

  • February 06, 2023 11:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયેલી એક મહિલાના પર્સમાંથી ,રૂપિયા એક લાખની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ કરી જનાર મહિલાને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે, ચાંદીબજારમાં સોનુ વેચવા આવેલી મહિલાની પોલીસે અટકાયત કરી લઇ સોનાનો ચેન કબજે કર્યો છે.


જામનગરમાં શરૂ સેક્શન રોડ રાજનગર સોસાયટીમાં રહેતી કુસુમબેન વિરેન્દ્ર ભાઈ જાની નામની મહિલા ૨૧ જાન્યુઆરીના બપોરના સમયે જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં માલ સામાનની ખરીદી અર્થે આવ્યા હતા, જે દરમિયાન તેઓના પર્સમાંથી રૂપિયા એક લાખની કિંમતના સોનાના ચેનની કોઈ તસ્કર ચોરી કરી ગયું હતું.


જે મામલે સિટી-એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી.એસ.વાળા અને સ્ટાફના પેટ્રોલીંગમાં હતા ત્યારે રવિ શર્મા, રવિરાજસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ સોઢાને સંયુકત બાતમી મળી હતી આથી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 


જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે રહેતી હંસાબેન રમેશભાઈ પરમાર નામની દેવીપુજક મહિલા, કે જે સોનાના ચેનની ચોરી કરી લીધા પછી ચાંદી બજાર વિસ્તારમાં ચેન વેચવા માટે આવતાં સીટી એ. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે, અને તેના કબજા માંથી રૂપિયા એક લાખની કિંમતનો સોનાનો ચેન કબજે કરી લીધો છે. બર્ધન ચોક વિસ્તારમાં ગીરદીનો લાભ લઈ તેણીએ ઉપરોક્ત ચેન પર્સમાંથી સેરવી લીધાનું કબૂલી લીધું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application