ઊંઘતા ઝડપાયેલા ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાતા કર્મચારીઓમાં રોષ, આપી આંદોલનની ચીમકી

  • May 02, 2023 07:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત રવિવારના રોજ કચ્છના ભુજમાં મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન જ ઉંઘ લેતા એક ચીફ ઓફિસરનો વિડીયો વાઈરલ થયો હતો. જે બાદ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે આ ચીફ ઓફિસરના સમર્થનમાં હવે કેટલાક કર્મચારીઓ આવ્યા છે. કેમ કે મામલાને લઈને નગરપાલિકા કર્મચારી મંડળ નારાજ થયું છે.


ભુજમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભૂકંપથી થયેલી અસરો બાદ રાહત માટેના એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ લાઈવ વિડીયોમાં સુતા ઝડપાયા હતા.
​​​​​​​

ઊંઘ બદલ સસ્પેન્ડ કરાયેલા ચીફ ઓફિસર જીગર પટેલના બચાવમાં હવે નગરપાલિકા કર્મચારી મંડળ મેદાને આવ્યું છે. કર્મચારી મંડળનું કહેવું છે કે ચીફ ઓફિસરનું સસ્પેન્શન પાછુ નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે. ભુજના નગરપાલિકા ચીફ ઓફિસરને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીગર પટેલને તુરંત પાછા નહીં લેવામાં આવે તો આંદલન સુધીની ચીમકી પણ કર્મચારીઓએ આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application