ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં ચેક રિપબ્લિકમાં ધરપકડ કરાયેલા નિખિલ ગુાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યેા અને કહ્યું કે આ જાહેર આંતરરાષ્ટ્ર્રીય કાયદાનો મામલો છે, આપણે અન્ય દેશોની અદાલતોના અધિકારક્ષેત્રની સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ. કોર્ટે કહ્યું કે આ એક સંવેદનશીલ મામલો છે, જેની આંતરરાષ્ટ્ર્રીય અસરો હશે, જેમાં કોર્ટ દખલ ન કરી શકે. આ મામલો સરકારના અધિકારક્ષેત્રમાં છે અને માત્ર સરકાર જ નક્કી કરશે કે શું પગલાં લેવા જોઈએ. જો અરજદાર ઈચ્છે તો આ મામલો સરકાર સમક્ષ ઉઠાવી શકે છે.
નિખિલને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે તે ડરના કારણે પરિવાર વતી મદદની માંગણી કરવામાં આવી હતી. નિખિલ ગુા હાલમાં ચેક રિપબ્લિકની જેલમાં બધં છે. અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માંગ કરી છે. પરિવારને આશંકા છે કે એકવાર નિખિલ અમેરિકા પહોંચી જશે તો તેને છોડાવવો ઘણો મુશ્કેલ બની જશે. કોર્ટે કહ્યું કે આ સંવેદનશીલ મુદ્દા પર સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે. કોર્ટ આમાં હસ્તક્ષેપ કરશે નહીં. કોર્ટે એ પણ સ્પષ્ટ્ર કયુ કે વિદેશી કોર્ટના અધિકારક્ષેત્રનું સન્માન કરવું જરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આ એક સંવેદનશીલ મામલો છે અને આ અંગે કેવી રીતે આગળ વધવું તે ભારત સરકાર નક્કી કરશે. જાહેર આંતરરાષ્ટ્ર્રીય કાયદા અને અદાલતોના સહકારને ધ્યાનમાં રાખીને, અમે આ બાબતમાં દખલ કરી શકીએ નહીં.
ખંડપીઠે, જેણે છેલ્લી સુનાવણીમાં પણ સ્પષ્ટ્ર કયુ હતું કે કોર્ટ કોઈ રાહત આપી શકે નહીં અને અરજદારને કહ્યું હતું કે તેને માત્ર વિયેના કન્વેન્શન હેઠળ કોન્સ્યુલર એકસેસની મંજૂરી છે જે પહેલાથી જ તેને આપવામાં આવી છે. અરજદાર તરફથી હાજર થતાં વરિ વકીલ સી એ સુંદરમે જણાવ્યું હતું કે ગુાને ત્રણ મહિના પહેલા ધરપકડ સમયે કોન્સ્યુલર એકસેસ આપવામાં આવ્યો હતો પરંતુ યુએસ લઈ જવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા શ કરવામાં આવી ત્યારથી આ સુવિધાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે એક ભારતીય નાગરિક તરીકે તેનો અધિકાર છે કે તે ફોજદારી કેસમાં પોતાનો બચાવ કરવા માટે સરકાર પાસેથી કાનૂની સહાય અને મદદ મેળવે. સુંદરમે વધુમાં જણાવ્યું હતું કે ગુાને તેમના માનવાધિકારોના ઉલ્લંઘનમાં એકાંત કેદમાં રાખવામાં આવ્યા હતા અને કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ સંબંધિત સત્તાવાળાઓને તેમની મદદ કરવા માટે નિર્દેશ આપે. બેન્ચે કહ્યું કે, આ એક સંવેદનશીલ મામલો છે અને તે સરકારે નક્કી કરવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech