તિરુપતિમાં મંદિર નજીક આ સુપરસ્ટારની ફિલ્મનું ચાલી રહ્યું હતું શૂટિંગ, ટ્રાફિક જામ થતા ભક્તોએ ગુસ્સે ભરાઈ લીધા કડક પગલા

  • February 01, 2024 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સાઉથ સ્ટાર ધનુષની આગામી ફિલ્મ મામલે ફરી કેટલીક મુશ્કેલીઓમાં વધારો થયો છે. અભિનેતા અને તેની ટીમ તિરુપતિ મંદિર પાસે તેની ફિલ્મ D51નું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે અભિનેતાને જોવા માટે લોકો રસ્તા પર એકઠા થયા હતા. જેના લીધે ટ્રાફિક જામ થયો હતો પણ થોડા સમય બાદ પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે આ કારણે કેટલાક ભક્તોએ પોલીસને ફરિયાદ કરીને ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું હતું. સેટ પરથી ધનુષનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે જૂના, ગંદા અને ફાટેલા કપડા પહેરેલો જોવા મળે છે.


વીડિયો મુજબ તિરુપતિમાં ભારે ભીડ જોઈ શકાય છે. ભીડમાં કેટલાક લોકો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા તો કેટલાક ધનુષનું શૂટિંગ જોવા માટે ભેગા થયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના કારણે ભગવાનના દર્શન કરવા આવેલા ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના શુટીંગને કારણે શ્રદ્ધાળુઓ માટેના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. અન્ય રૂટ શૂટિંગને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તો બંધ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અહેવાલ મુજબ, ઘણા ભક્તોએ નારાજ થઈને પોલીસને ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે શૂટિંગ અટકાવી દીધું હતું. જો કે, ફિલ્મ નિર્માતાઓએ અગાઉથી જ શૂટિંગ માટે પરવાનગી લીધી હતી.


અભિનેતા હાલમાં તેની ફિલ્મ કેપ્ટન મિલરની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શિવ રાજકુમાર, પ્રિયંકા અરુણ મોહન, અદિતિ બાલન, સંદીપ કિશન સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન અરુણ માથેશ્વરન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ચાહકો કેપ્ટન મિલરની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News