શિંદે સરકારે મરાઠા અનામતનું કોકડું ઉકેલ્યું

  • January 27, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને આંદોલન કરી રહેલા કાર્યકતર્િ મનોજ જરાંગે પાટીલની માંગણીઓને શિંદે સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જરાંગેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી.મરાઠા સમુદાય માટે અનામતની માગ કરનારા કાર્યકતર્િ મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે, ’મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.’ મરાઠા અનામતના આંદોલન પર મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું, ’મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા સમુદાય માટેના અનામતને લઈને ચાલી રહેલું આંદોલન ઉકેલ પર પહોંચી ગયું છે. આજે પસાર થયેલા વટહુકમમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે.’


આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, ’મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે ઉકેલ આવી ગયો હોવાથી આંદોલન ચાલુ રાખવાની જરૂર નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે મનોજ જરાંગેના ઉપવાસને જ્યુસ પીવડાવીને પારણા કરાવશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકતર્િ મનોજ જરાંગે પોતાના સમર્થકો સાથે નવી મુંબઈમાં ધામા નાખ્યા હતા. જો કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેતા તેમણે હવે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

શા માટે કરવામાં આવી રહ્યું હતું આંદોલન?
મનોજ જરાંગે મરાઠા સમુદાય માટે ઓબીસી હેઠળ સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતની માંગણીને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની પહેલી માંગણી હતી કે મરાઠા સમુદાયને ફુલફ્રુફ અનામત મળે. જ્યાં સુધી બધા મરાઠાઓને અનામતનો લાભ ન મળે ત્યાં સુધી તેઓ ઘરે જશે નહીં. અનામત આંદોલનકારીઓ વિરુદ્ધ નોંધાયેલા અપરાધોને રદ કરવા માટે તારીખ નક્કી થાય. જરાંગેએ એવી પણ માંગણી રજૂ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે રકમ આપે અને કમિટી બનાવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application