કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે આ વર્ષે વધારો

  • May 31, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય કર્મચારીઓને પગાર ટૂંક સમયમાં વધી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર 2023ના બીજા છ મહિનામાં ડીએ વધારાની સાથે સાથે સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો કરી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો જાહેર કરવામાં આવે છે, તો કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે. જો કે સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કર્મચારીઓને હાલમાં 2.57 ટકાનું ફિટમેન્ટ ફેક્ટર મળે છે.


4200 રૂપિયાના ગ્રેડ પેવાળા કર્મચારીને 15,500 રૂપિયાનો મૂળ પગાર મળે છે. આ રીતે તેમનો કુલ પગાર રૂ.15,500ડ2.57 અથવા રૂ.39,835 થશે. છઠ્ઠા સીપીસીએ ફિટમેન્ટ ફેક્ટરમાં 1.86 ટકા વધારો કરવાની ભલામણ કરી હતી. કર્મચારીઓની માંગ છે કે ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 ટકા કરવામાં આવે. જો આવો વધારો થશે તો વર્તમાન લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા કરવામાં આવશે.


આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બીજા છ મહિનામાં ચાર ટકા વધારી શકે છે. સરકારે આ વર્ષના પ્રથમ છ મહિનામાં ડીએ અને ડીઆરમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. જો ચાર ટકાનો વધારો થશે તો ડીએ 42 ટકાથી વધીને 46 ટકા થશે અને કર્મચારીઓનો પગાર પણ વધશે. સરકારે માર્ચ 2022માં કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું છે. આ પછી ડીએમાં બે વખત ચાર ટકાનો વધારો થયો છે.


જો કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 46 ટકા થઈ જશે તો તેમનો પગાર પણ વધશે. ધારો કે કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 42 ટકા જોઈએ તો ડીએ 7560 રૂપિયા થાય છે. બીજી બાજુ, જો ડીએ બીજા છ મહિનામાં વધીને 46 ટકા થાય છે, તો તે 8,280 રૂપિયા થઈ જશે. એટલે કે પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે. સરકારે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં બીજા અર્ધવાર્ષિક ગાળા માટે ડીએમાં વધારાને મંજૂરી આપી છે. પરંતુ આ વખતે ઓગસ્ટમાં જાહેરાત થવાની સંભાવના છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ડીએમાં ચાર ટકાનો વધારો થયો છે. ડીએ એ સરકારી કર્મચારીઓના પગાર માળખાનો એક ભાગ છે.મોંઘવારી દરને જોતા કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં વધારો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application