સૌથી ધનિક મહિલાઓ લિસ્ટેડ ઇક્વિટી અને સોનામાં કરી રહી છે રોકાણ

  • March 27, 2024 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય મહિલાઓનું શેર માર્કેટમાં સૌથી ઓછું રોકાણ, જયારે ધનિક પુરુષો રિયલ એસ્ટેટમાં આપી રહ્યા છે વધુ ધ્યાન   


દેશમાં અમીર એટલે કે હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલની સંખ્યામાં વધારો થવા સાથે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે. સુપર રિચ લિસ્ટમાં મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. સામાન્ય મહિલાઓ રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ અને સોનું પસંદ કરે છે, જ્યારે સમૃદ્ધ મહિલાઓ લિસ્ટેડ ઇક્વિટી અને સોનામાં વધુ રોકાણ કરે છે.
​​​​​​​

જ્યારે હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ મેલ સૌથી વધુ રોકાણ રિયલ એસ્ટેટ એટલે કે મકાનો, બંગલા અને જમીનમાં કરે છે. વુમન ઓફ વેલ્થ સર્વે અનુસાર, 62% હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ મહિલાઓ રિયલ એસ્ટેટ અને સોના કરતાં શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જ્યારે ડીબીએસ બેંક અને ક્રિસિલ સર્વે અનુસાર, મહત્તમ 52% સામાન્ય શહેરી મહિલાઓ બેંક એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જે લોકો પાસે ઓછામાં ઓછી ₹10 કરોડની અંગત સંપત્તિ છે તેમને હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. 


હુરુન ઈન્ડિયા લક્ઝરી સર્વે અનુસાર, દેશના 46% હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ 2023માં તેમના રોકાણ દ્વારા સંપત્તિનું સર્જન કરશે. શ્રીમંતોએ સૌથી વધુ રોકાણ પ્રોપર્ટી અને શેરોમાં કર્યું છે, જયારે સૌથી ઓછું રોકાણ ફિક્સ્ડ ઇન્કમ એસેટ્સમાં કર્યું છે. અતિ સમૃદ્ધ મહિલાઓ લિસ્ટેડ ઇક્વિટી, ગોલ્ડ, રિયલ એસ્ટેટ, ડેટ ફંડ્સ/બોન્ડ્સ અને અલ્ટરનેટીવ એસેટ્સમાં રોકાણ કરી રહી છે. જયારે શહેરી સામાન્ય મહિલાઓ એફડી, બચત ખાતું, સોના-ચાંદી, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ અને સ્ટોક્સમાં રોકાણ કરી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application