શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત થ્રિલર 'મેરી ક્રિસમસ'માં કેટરિના કૈફ અને વિજય સેતુપતિ પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ જોડીને પડદા પર જોવા માટે ચાહકો ઉત્સુક છે. દરમિયાન, ફિલ્મના નિર્માતાઓએ 'મેરી ક્રિસમસ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં વિકી કૌશલ, આદિત્ય રોય કપૂર, અનન્યા પાંડે, ખુશી કપૂર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે ભાગ લીધો હતો. સ્ક્રિનિંગમાં નેહા ધૂપિયા પણ હાજર હતી અને ફિલ્મ જોયા બાદ તેણે કેટરિના અને વિજય સાથેની કેટલીક અંદરની તસવીરો શેર કરી હતી. અભિનેત્રીએ 'મેરી ક્રિસમસ'નો પહેલો રિવ્યૂ પણ શેર કર્યો છે.
નેહા ધૂપિયાએ 'મેરી ક્રિસમસ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મનો રિવ્યૂ શેર કર્યો હતો. આ થ્રિલરમાં વિજય સેતુપતિના શાનદાર અભિનયથી તે દંગ રહી ગઈ હતી. તેણે કેટરીના કૈફની સુંદરતા અને પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેણે દિગ્દર્શક શ્રીરામ રાઘવનની પણ પ્રશંસા કરી અને કહ્યું કે જો તે આવી જ સારી ફિલ્મો બનાવવાનું ચાલુ રાખશે તો દર શુક્રવાર દર્શકો માટે ક્રિસમસ બની રહેશે. નેહાએ સંજય કપૂર અને વિનય પાઠક સહિત સમગ્ર કાસ્ટની પણ પ્રશંસા કરી હતી. આ તકે નેહાએ એમ પણ લખ્યું હતું કે મેરી ક્રિસમસ સમાપ્ત થઇ છે. તેને શબ્દોમાં મૂકવું અથવા તેના રોમાંચ અને અદ્ભુતતાના સ્તરને સમજવું કઠિન છે. આ સાથે જ તેણે કેટરીના કૈફ અને વિજય સેતુપતિના પણ ભરપૂર વખાણ કર્યા, ફિલ્મની વાર્તાને પણ પાવરફૂલ કહી હતી.
આ સાથે જ નેહા ધૂપિયાએ 'મેરી ક્રિસમસ'ની સ્ક્રીનિંગ વેળા કેટરિના કૈફ અને વિજય સેતુપતિ સાથેની તસવીરો પણ શેર કરી છે. આપને જણાવી દઇએ કે મેરી ક્રિસમસ 12 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે મેરી ક્રિસમસના સ્ક્રિનીંગ બાદ નેહા ધૂપિયાએ રીવ્યૂ આપતા ફિલ્મની મજા માણવા દર્શકોના ઉત્સાહમાં પણ વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech