કોરોનામાં મૃત્યુ પામેલા યુવકના સબંધીઓ અંતિમસંસ્કાર પણ કરી ચૂક્યા હતા અને 2 વર્ષ બાદ ઘરે પરત ફર્યો કમલેશ !

  • April 16, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે વ્યક્તિને કોરોના સંક્રમિત જાહેર કર્યા બાદ ખાનગી હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો તે હવે બે વર્ષ બાદ જીવતો ઘરે પરત ફર્યો છે. ખાસ વાત એ છે કે તે દરમિયાન સંબંધિત હોસ્પિટલે પીડિતના પરિવારજનોને જાણ કરી હતી કે તેમના પુત્રનું કોરોનાથી મૃત્યુ થયું છે અને તેઓ તેના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. દૂરથી એક લાશ સ્વજનોને બતાવવામાં આવી હતી. સમગ્ર મામલો મધ્યપ્રદેશના ધારનો છે.


કોરોનાના બીજા વેવ દરમિયાન, કમલેશ પાટીદાર તરીકે ઓળખાતા 40 વર્ષીય વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા. એટલું જ નહીં, હોસ્પિટલના સ્ટાફે તેમના અંતિમ સંસ્કાર કરવાનો પણ દાવો કર્યો હતો. પરંતુ બે વર્ષ બાદ કમલેશ હવે ઘરે પરત ફર્યો છે. કમલેશ કોરોના પોઝિટિવ હોવાના કારણે તેના સંબંધીઓને દૂરથી લાશ બતાવવામાં આવી હતી. પરંતુ હવે દીકરો જીવતો ઘરે પરત ફર્યો હોવાથી પરિવારના સભ્યો તેના પરત આવવાથી ખૂબ જ ખુશ છે. કમલેશ જીવિત હોવાના અને ઘરે પરત ફર્યાના સમાચાર ફેલાતા જ તેના પરિવારના સભ્યો તેને મળવા આવી રહ્યા છે.


ખાસ વાત એ છે કે ઘરે પરત ફર્યા બાદ કમલેશે તેના પરિવારના સભ્યોને જણાવ્યું કે કેટલાક લોકોએ તેને બંધક બનાવીને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. તે છેલ્લા બે વર્ષથી તેની પકડમાં હતો. પરંતુ થોડા દિવસો પહેલા તક મળતાં જ તે ત્યાંથી ભાગી ગયો હતો અને શુક્રવારે રાત્રે ધાર જિલ્લાના સરદારપુર તાલુકામાં તેના મામાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પોલીસ બદનવર વિસ્તારના પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application