રાજપૂત કરણી સેનાએ સુખદેવસિંહની હત્યા મામલે હળવદ મામલતદારને આપ્યું આવેદનપત્ર

  • December 09, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો. હળવદ રાજપૂત કરણી સેના દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહની નિર્મમ હત્યા ખુબ જ ચિંતાજનક છે. સતત આવી ઘટનાઓ બની રહી છે. શાસન અને પ્રશાસને આવી ગંભીર ઘટનાઓ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી નથી. જેથી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, દોષીતોને કડક સજા થાય અને રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાના તથા કરણી સેનાના પ્રમુખ નેતાઓને સારી સુરક્ષા આપવામાં આવે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજપૂત સમાજના

અગ્રણીઓને નિશાન બનાવીને તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. જે રાજપૂત સમાજ સાખી લેશે નહીં. જો આમ જ ચાલતુ રહેશે તો આવતા દિવસોમાં નાછુટકે અમારા સમાજને અયોગ્ય માર્ગે ચાલવા પર મજબૂર કરવો પડશે. આવનારા સમયમાં આવી અન્ય ઘટનાઓ ના બને એવી અમે રાજપૂત કરણી સેના હળવદ તાલુકા અને ગુજરાત પ્રદેશ રાજપૂત કરણી સેના દ્વારા માંગ કરીએ છીએ.આ તકે હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિયસમાજના પ્રમુખ ઝાલા સુખદેવસિહ માથક, ધર્મેન્દ્રસિંહ ઝાલા ધનળા, ઈદુભા  ઝાલા હળવદ, કરણીસેના પ્રમુખ વિરપાલસિહ ઢવાણા, રાજપુત કરણીસેના સોશ્યલ મીડિયા ઈનચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ જીલ્લ ા કરણીસેના ઉપપ્રમુખ સિધ્ધરાજસિહ ઝાલા કિડી,હળવદ કરણીસેના પ્રભારી મહિપાલસિહ શિરોઈ, કરણીસેના ઉપપ્રમુખ કુલદીપસિંહ એંજાર દરેક ક્ષત્રિયસમાજના ના સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું હતું.મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાનીના નારા લગાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application