મિલ્કતવેરાનો રૂ.૩૪૦ કરોડનો ટાર્ગેટ અપૂર્ણ

  • March 31, 2023 05:02 PM 

વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમમાં ૭૮૦૦ બાકીદારો જોડાતા રૂ.૧૦.૨૨ કરોડની આવક : આજે છેલ્લો દિવસ


શહેરભરમાં ટેક્સ બ્રાન્ચની ટીમો ત્રાટકી, વધુ ૨૬ મિલકતો સીલ: ૫૭ને ટાંચ જપ્તિની નોટિસ ફટકારી બપોર સુધીમાં ત્રણ કરોડ વસુલ્યા : તા.૩૧ માર્ચ સુધીમાં ૩૨૦ કરોડની આવક: આજે રાત્રે ૮ સુધી ઓફલાઇન અને રાત્રે ૧૨ સુધી ઓનલાઇન વેરો વસુલાશે




રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે તા.૩૧ માર્ચ-નાણાકીય વર્ષના અંતિમ દિવસે બાકી વેરો વસૂલવા ૨૬ મિલ્કતોને સીલ કરવામાં આવી હતી તથા ૫૭ મિલ્કતને ટાંચ જપ્તીની નોટીસની બજવણી કરવામાં આવી હતી. આજે સવારથી બપોર સુધીમાં રૂા.ત્રણ કરોડ રિકવરી થઇ હતી. આજે બપોરની સ્થિતિએ કુલ આવક રૂ.૩૨૦ કરોડ થઇ છે અને વાર્ષિક ટાર્ગેટ રૂ.૩૪૦ કરોડનો જે એચિવમેન્ટ માટે હવે રૂ.૨૦ કરોડનું છેટું છે. વર્ષોથી વેરો બાકી હોય તેવા મોટા બાકીદારો પાસેથી વેરો વસૂલવા અમલી બનાવેલી વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમનો આજે છેલ્લો દિવસ છે, આ સ્કિમમાં કુલ ૭૮૦૦ બાકીદારો જોડાતા રૂ.૧૦.૨૨ કરોડની આવક થઇ છે.


વિશેષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજે સવારથી બપોર સુધીની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૧૫ લાખ, જામનગર રોડ પર આવેલ ૨-યુનિટ સીલ, મારૂતિ નગરમાં ૪-યુનિટને નોટીસ, વોર્ડ નં.૩માં પરસાણા નગરમાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૧ લાખ, રેલનગરમાં આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૦૦૦૦, જંકશન મેઇન રોડ પર આવેલ ૧ યુનિટ સીલ,વોર્ડ નં.૪માં પારેવડી ચોકમાં ૩ યુનિટને નોટીસ, પારેવડી ચોકમાં ૪ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૧૫ લાખ, પારેવડી ચોકમાં ૩ યુનિટ સીલ, શિવપરા પાસે આવેલ ૧ યુનિટ સીલ, વોર્ડ નં.૫માં પેડક રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૦૦૦૦, સંત કબીર રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ, વોર્ડ નં.૬માં કનક રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ, વોર્ડ નં.૭માં રણછોડ નગરમાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૧૩ લાખ, યાજ્ઞિક રોડ પર આવેલ ૨ યુનિટ સીલ, ગોંડલ રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ, વોર્ડ નં.૮માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ, વોર્ડ નં.૯માં યુનિ.રોડ પર આવેલ ૩ યુનિટને નોટિસ, રૈયા રોડ પર આવેલ ૨ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૦માં કાલાવાડ રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ,વોર્ડ નં.૧૧માં મવડી વિસ્તારમાં આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૫૦૦૦, નાનામવા રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૨માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ, મવડી રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૪માં ગુંદાવાડીમાં ૫ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૫માંકોઠારીયા બાયપાસ રોડ પર ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ, વોર્ડ નં.૧૬માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૫ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૭માં ઢેબર રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧ લાખ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર આવેલ ૪ યુનિટ સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરીમાં આસિ. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application