મોરબીના નામચીન બુટલેગરની કારનો ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે દારૂ સહિત ૧૧.૨૮ લાખનો મુદ્દામાલ ઝડપ્યો

  • June 22, 2023 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મી સ્ટાઈલથી ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જીલ્લાના નામચીન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી મોરબી એલસીબી ટીમેઆરોપીને ઝડપી લીધો હતો જે આરોપીની કારમાંથી ઈંગ્લીશ દારૂની ૭૦૮ બોટલનો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ અને કાર સહીત ૧૧.૨૮ લાખની મત્તા કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયાને બાતમી મળી હતી કેજુના ઘૂટું રોડ પર ઘૂટું તરફથી સુરેન્દ્રનગર જીલ્લાનો નામચીન બુટલેગર વસંત કાનજી વાણીયા રહે પીપળી તા. પાટડી વાળો પોતાની બોલેરો કાર જીજે ૧૩ એએક્સ ૦૮૨૦ લઈને ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને મોરબી ત્રાજપર ચોકડી તરફ આવે છે જે બાતમીને પગલે ટીમે ગાડી રોકવા આડશ ઉભી કરી હતી જે આડશને બોલેરો ગાડીએ તોડી ફિલ્મી સ્ટાઈલથી ભગાડી મોરબી જેતપર રોડ તરફ ભાગ્યો હતોજે ગાડીનો પીછો કરી નાઈટ રાઉન્ડની મોબાઈલ વાનનો વાયરલેસ સેટથી સતત સંપર્ક કરીને પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ગાડી ભાગેલની વર્ધી આપી નાકાબંધી કરાવી હતી
જે ગાડી ફિલ્મી સ્ટાઈલે ભાગતી હોય જેનો પીછો ચાલુ રાખીને ગાડી હળવદ તાલુકાન નવા દેવળિયા બાજુ જતા મોરબી તાલુકા પોલીસની મોબાઈલ અને હળવદ પોલીસની પીસીઆર વાન અગાઉથી નવા દેવળિયા રસ્તા પર આડશ ઉભી કરી ગાડી રોકવાનોપ્રયત્ન કર્યો હતો જે આડશ તોડી નવા દેવળિયા ગામે શેરીમાં પાર્ક કરેલ વાહન સાથે ગાડી અથડાઈ હતી જેથી તળાવની પાળ પાસે ગાડીરેઢી મૂકી ગાડીમાં રહેલ બે ઈસમો ભાગવા લાગ્યા હતા જે પૈકી એક ઇસમ વસંત કાનજી વાણીયા અંધારાનો અને સીમમાં બાવળનીઝાડીનો લાભ લઈને નાસી જવામાં સફળ રહ્યો હતો જયારે અન્ય આરોપી વિજય વિનોદ ડાભી (ઉ.વ.૩૨) રહે ધ્રાંગધ્રા વાળાને ઝડપીલીધો હતો
​​​​​​​
જે દારૂ પ્રકરણમાં આરોપી વસંત કાનજી વાણીયા રહે પીપળી તા. પાટડી અને માલ મંગાવનાર ભાવેશ ઉર્ફે કાળીયો કિશોરભાઈ રહેરફાળેશ્વર તા. મોરબી વાળાના નામ ખુલતા બંને વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
તેમજ પોલીસે બોલેરો કારમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૭૦૮ કીમત રૂ ૩,૨૩,૮૮૦, બોલેરો કાર જીજે ૧૩એએક્સ .૦૮૨૦ કીમત રૂ ૮ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૧૧,૨૮,૮૮૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, એલસીબી/પેરોલ ફર્લોસ્કવોડ, ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application