થોડા દિવસો પહેલા રવિના ટંડનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક્ટ્રેસ અને તેનો ડ્રાઈવર ભીડથી ઘેરાયેલા હતા. રવીના તેમાં કહેતી પણ જોવા મળી હતી કે પ્લીઝ મારો નહિ, તેણી તેના ડ્રાઇવરને ભીડથી બચાવતી પણ જોવા મળી હતી, જેના પર કેટલાક લોકોએ તેની કાર સાથે તેને ટક્કર મારવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ઘણી વાતો કરવામાં આવી હતી, પરંતુ હવે અભિનેત્રી અને ડ્રાઈવરને આ અંગે ક્લીનચીટ મળી ગઈ છે.
તે જગ્યાના સીસીટીવી ફૂટેજ મુજબ 1 જૂને રવિનાની કારથી કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે પુષ્ટિ કરી છે કે રવિનાનો ડ્રાઈવર ઝડપથી ગાડી ચલાવતો ન હતો. હકીકતમાં, તે કારને બંગલાની બહાર પાર્ક કરવા માટે રિવર્સ કરી રહ્યો હતો ત્યારે ત્રણ મહિલાઓ અને એક પુરુષ, જેઓ માનતા હતા કે તેને ટક્કર મારી હશે, તેની સાથે લડવા આવ્યા. એટલું જ નહીં, રવીના નશામાં હતી અને તેની પર હુમલો કર્યો હોવાના ફરિયાદીના ખોટા આરોપોથી વિપરીત, પોલીસે પુષ્ટિ કરી છે કે અભિનેત્રી કે તેનો ડ્રાઇવર નશામાં હતા નહિ.
સીસીટીવી સિવાય, તે સમયે સ્થળ પર હાજર પોલીસ અને નજરે જોનારા સાક્ષીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે રવિના નશાની હાલતમાં નતી. રવીનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે કર્મા કોલિંગમાં જોવા મળી હતી. આ સીરીઝમાં રવિનાના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે લોકો બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં નદીના પટ્ટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે, ૧૯૦ જેટલા અરજદારોને નોટિસ
May 15, 2025 01:16 PMજામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી વેગમાં: ટ્રી કટીંગ શરૂ...
May 15, 2025 01:13 PMખેલ મહાકુંભમાં જામનગર જિલ્લાની અંડર૧૪ બહેનોએ કર્યો જીતનો ગોલ
May 15, 2025 01:06 PMપૈસાની લેતી-દેતી બાબતે વરવાળામાં માછીમાર યુવાનનું અપહરણ કરાયું
May 15, 2025 01:03 PMજામનગરમાં તણી સાથે બિભસ્ત હરકતો કરનાર ઢગાને ૨૦ વર્ષની જેલ
May 15, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech