વ્યવહારું જીવનમાં આપણે એવા અનેક લગ્ન જોઇએ છીએ કે જેમાં બે પાત્રો વચ્ચે 10 વર્ષનો તફાવત હોય અથવા તો 15 થી 20 વર્ષનો તફાવત હોય. પરંતુ લગ્નની એક એવી ઘટના સામે આવી છે કે જેણે લોકોને ચોંકાવી મૂકયા છે. એક મહિલાએ તેના કરતા 15 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા. એટલું જ નહી હદ તો ત્યારે થઇ કે જયારે એ મહિલાને ચાર વર્ષથી જેણે મોટી કરી તેની જ સાથે તેણે લગ્ન કરી લીધા. આ અંગેની જાણકારી તેણે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપી હતી. ત્યારે લોકો પણ આ મુદ્દે ટિપ્પણી કરી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે 29 વર્ષની સમંથા ગીઝલે 44 વર્ષીય પુરુષ સાથે લગ્ન કર્યા છે. આ પુરુષ તેના માટે કોઇ અજાણી વ્યક્તિ નથી. બલ્કે તેમની પાસે તેનો ઉછેર થયો અને લગ્નની ઉંમર થતા તેણે અન્ય કોઇને પસંદ કરવાને બદલે એ પુરુષ સાથે જ લગ્ન કર્યા જેણે તેનો ઉછેર કર્યો. એટલું જ નહીં સમંથાએ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા દ્રારા આપી હતી. તેણે 'વ્હેન વી વેર યંગ' ટ્રેન્ડ હેઠળ તેના પાર્ટનર સાથેની નવી અને જૂની તસવીરો શેર કરી હતી. જેને કારણે લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા.
સમંથાએ શેર કરેલી પોસ્ટ ધ્યાને આવતા લોકો તેને પીડિત ગણાવી રહ્યા છે. આ બાબતને ગાંડપણ અને મૂર્ખતા પણ કહેવામાં આવી રહ્યું છે. પણ સમંથાને લોકમુખે ચર્ચાતી વાતોથી જાણે કોઇ જ નિસબત ન હોય તેમ તેણે પોતાની ખુશી વ્યક્ત કરી છે. સમંથાએ તેના બાળપણને યાદ કરતા પતિને શ્રેષ્ઠ બેબી સિટર કહ્યા હતા અને તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા સાથે તેને પતિના મળી રહેલા બિનશરતી પ્રેમ અંગે ખુશી વ્યક્ત કરી હતી. લગ્નજીવનમાં એકમેક પ્રત્યે બિનશરતી અને નિ:સ્વાર્થ પ્રેમ હોવો આવશ્યક છે તે સમંથા ગીઝલનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2' મુદે હરિયાણામાં હંગામો, પ્રતિબંધની ધમકી
November 22, 2024 12:08 PMસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech