કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ ડીજીપીની નિમણૂક કરી છે. IPS અધિકારી નલિન પ્રભાતને ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશના ડીજીપી બનાવવામાં આવ્યા હતા. તે 30 સપ્ટેમ્બરે આર.આર. સ્વેનની નિવૃત્તિ બાદ આ પદનું નેતૃત્વ સંભાળશે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આંધ્ર પ્રદેશ કેડરના 1992 IPS પ્રભાતને "તાત્કાલિક અસરથી" જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી રહ્યા છે. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, 30 સપ્ટેમ્બરના રોજ આર.આર. સ્વેનની નિવૃત્તિ બાદ પ્રભાતને જમ્મુ અને કાશ્મીરના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ત્રણ વખત મેળવ્યો બહાદુરી મેડલ
55 વર્ષિય પ્રભાતે ત્રણ વખત પોલીસ શૌર્ય ચંદ્રક મેળવ્યું છે. અને તેઓ ભૂતપૂર્વ કેડર રાજ્ય, આંધ્ર પ્રદેશમાં વિશેષ નક્સલ વિરોધી પોલીસ દળ 'ગ્રેહાઉન્ડ્સ'નું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેમણે સીઆરપીએફમાં વ્યાપકપણે સેવા આપી છે, આઈજી ઓપરેશન્સ અને એડીજી તરીકે કાશ્મીર ક્ષેત્રની તૈનાતીનું નેતૃત્વ કર્યું છે.
સરકારે બુધવારે NSG ડાયરેક્ટર જનરલ તરીકે પ્રભાતના કાર્યકાળમાં ઘટાડો કર્યો હતો અને આંધ્ર પ્રદેશથી AGMUTમાં તેમની આંતર-કેડર પ્રતિનિયુક્તિનો આદેશ આપ્યો હતો. કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેણે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી)ના ડાયરેક્ટર જનરલ તરીકે 1992-બેચના આઈપીએસનો કાર્યકાળ ઘટાડવા માટે ગૃહ મંત્રાલય (MHA)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech