વડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ જર્જરિત, લોકોના ભોગ લેવાય તે પહેલા નવું બનાવવા માગ

  • February 24, 2023 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયામાં મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે. જ્યાંથી આજુબાજુના મોટાભાગના તમામ ગામડાઓની ટપાલ, બચત અને અન્ય કામગીરી થયા છે. આ પોસ્ટ ઓફિસ નુ બિલ્ડીંગ રાજાશાહી વખતનું છે. વર્ષો જુનુ બિલ્ડીંગ હોવાના કારણે તે હાલ ખુબ જર્જરિત હાલ તેમાં એક મણ થી પણ વધુ વજન ના પોપાડા આ બિલ્ડીંગ માંથી પડી રહ્યા છે. રોજ વડિયા ની બજાર માં લોકોમાં ચર્ચાતા આ મુદ્દા બાબતે રૂબરૂ મુલાકાત કરતા આ બિલ્ડીંગ માં બેસી શકાય કે તેમની કામ કરવાની બારી સામે સવારે જે લાઈનો લાગે છે ત્યાં ઉભવુ પણ ખુબ જોખમી જોવા મળી રહ્યું છે. હાલ આ બિલ્ડીંગ માં અનેક જગ્યાએ પોપડા મોતના માલાજા સમાન લટકી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં વધુ તાપ પડવાથી દીવાલો અને છત માંથી ભેજ દૂર થતા હજુ મોટા પોપડા પડી શકે એમ છે. ત્યારે તે જોતા આ પોસ્ટ ઓફિસ હાલ અકસ્માત સંભવ ક્ષેત્ર બની હોય તેમ લાગી રહ્યું છે અને ગામે ત્યારે અહીંથી જર્જરિત બિલ્ડીંગ ના કારણે અકસ્માત ના સમાચાર મળી શકે છે તો જો વ્યક્તિ કે તેમાં કામ કરતા કર્મચારીઓ પર લટકતા આ પોપડા પડે તો તે ઘટના સ્થળે તે નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી શકે છે હાલ આ બિલ્ડીંગ ની સ્થિતિખુબ જ જર્જરિત છે આવનારા ચોમાસામાં આ બિલ્ડીંગ માં ચારે બાજુ થી પાણી પડી શકે અને બેસવું અને કામ કરવુ પણ મુશ્કેલ બની શકે એમ છે ત્યારે આ બિલ્ડીંગ માં કામ કરતા કર્મચારીઓ અને કામ અર્થે આવતા લોકોના જીવ જોખમ માં ના મુકાય અને વડિયા ને એક અધ્યતન  સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે આધુનિક બિલ્ડીંગ બનાવવા લોક માંગણી જોવા મળી રહી છે. આ બાબતે સ્થાનિક પોસ્ટ ઓફિસ ના કર્મીઓ, જિલ્લા પોસ્ટ વિભાગ ના બિલ્ડીંગ વિભાગ સાંભળતા અધિકારીનો સંપર્ક કરતા તેમને આ બિલ્ડીંગ ના ફોટા રાજકોટ ઓફિસ માં મોકલી આપ્યાનુ જણાવાયું છે. હવે મોતના માલાજા સામાન આ બિલ્ડીંગ નવુ બનાવવા ની મંજૂરી કયારે મળે છે તેતો આવનારો સમય જ બતાવશે  જો બિલ્ડીંગ નહિ બને તો ચોક્કસ કોઈ નિર્દોષ નો ભોગ લેવાશે એ વાત બિલ્ડીંગ ની સ્થિતિ પર થી ચોક્કસ કહી શકાય એમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application