બિલાડી બનવાની ઘેલછાએ શરીર જ વીંધી નાખ્યું, યુવતીએ 72 પીયરસિંગ અને કપાળ પર 4 શીંગડા કરાવ્યા !

  • November 02, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇટાલીની ૨૨ વર્ષીય ચિઆરા ડેલ એબેટેનું ઝનૂન; બ્લેફેરોપ્લાસ્ટીનો બાદ માથા પર કરાવ્યું ઓમનું ટેટૂ ; જીભ પર પણ લગાવ્યા કટ



ઇટાલીની એક ૨૨ વર્ષની યુવતીએ પોતાની અજીબોગરીબ ઇચ્છાને કારણે શરીર પર અનેક સર્જરી અને ૭૨ પીયરસિંગ કર્યા છે. પીયરસિંગ કારણે તેના શરીર પર 72 જગ્યાએ ટાંકા દેખાય છે. ચિઆરા ડેલ એબેટે નામની આ યુવતી પ્રથમ માનવ બિલાડી બનવા માંગે છે. તેણે પોતાના કપાળ પર ઓમનું ટેટૂ પણ કરાવ્યું છે.


રિપોર્ટ અનુસાર, ચિઆરાએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ૨૦ અલગ-અલગ ફેરફારો કર્યા છે. આયદિન મોડ નામથી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવતી આ યુવતીએ ઘણા વીડિયો દ્વારા પોતાની ઈચ્છા વિશે માહિતી આપી છે અને તેને લાખો વ્યૂઝ મળ્યા છે. તેણીએ નાક, હોઠ, ગાલ અને કપાળ સહિત તેના શરીરના ઘણા ભાગોમાં પીયરસિંગ કરાવ્યું છે. જીભમાં ફિફાર કર્યા બાદ એક વીડિયો શેર કરતી વખતે તેણે કહ્યું, મને લાગે છે કે હું એક શાનદાર કેટ વુમન જેવી દેખાઉં છું. હું વિશ્વની પ્રથમ માનવ બિલાડી તરીકે ઓળખાવા માંગુ છું.

૧૧ વર્ષની ઉંમરથી જ શરીરમાં શરુ કર્યા છે ફેરફારો

આ છોકરીએ ૧૧ વર્ષની ઉંમરે પહેલીવાર પિયર્સિંગ કરાવ્યું હતું. તેણીએ જણાવ્યું કે, અહીંથી જ મારી જાતને બિલાડીમાં બદલવાનું વળગાળ શરૂ થયું. તેણે તેના શરીરમાં ઘણા ફેરફારો કર્યા છે. જેમાં બ્લેફેરોપ્લાસ્ટીનો પણ સમાવેશ થાય છે, જેમાં આંખના ઉપલા અને નીચલા પોપચાનો આકાર બદલાય છે. તેણે પોતાના કપાળ પર ચાર શિંગડા બનાવડાવ્યા છે અને બિલાડીના નખ જેવા આકાર આપ્યા. નાક અને જીભ પર પણ તેણીએ કટ લગાવ્યા છે.

હજુ વધુ ફેરફારોની તૈયારી કરી રહી છે આ કેટ ગર્લ

તેના શરીરમાં આટલા બધા બદલાવ પછી પણ છોકરીનું કહેવું છે કે તેને સંપૂર્ણ રીતે બિલાડીની જેમ દેખાવા માટે હજુ વધુ ફેરફારો કરવાની જરૂર છે. તેણે પોપચાંની ઉપરની ત્વચા દૂર કરવા માટે પોપચાંની સર્જરી કરાવી છે. હવે તે કૃત્રિમ પૂંછડી ફીટ કરાવવાની તૈયારી કરી રહી છે. તેણીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તે સંપૂર્ણપણે બિલાડીના ગેટઅપમાં નહીં આવે ત્યાં સુધી તે પીડા સહન કરવાનું ચાલુ રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application