રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ મેળો ખુલ્લો મુકાયો, સાથેજ મંત્રી મુળુભાઈ બેરાએ આજકાલ સાથે ખાસ વાતચીત કરી

  • September 05, 2023 08:34 PM 


સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ લોકમેળાનું નામ ‘રસરંગ લોકમેળો’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 5 દિવસ દરમિયાન 10 લાખ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને લઇને પોલીસના અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ સહિત 1300 જેટલા જવાનોને આ મેળામાં તૈનાત રાખવાના આવશે. રાઉન્ડ ધ ક્લોક લોકોની સુરક્ષા માટે ફરજ પર પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે. આ વખતે પ્રથમ વખત ગુનેગારો પર નજર રાખવા માટે મેળામા બંદોબસ્ત માટે સૌરાષ્ટ્રભરમાંથી પોલીસને તૈનાત કરવા આયોજન કરવામાં આવ્યું છે. 


આ સાથે જ લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયમાં આ કંટ્રોલરૂમ પર સંપર્ક કરી શકાશે. જેમાં લોકમેળા સમિતિ, પોલીસ કન્ટ્રોલ, રાજકોટ મહાનગરપાલિકા અને PGVCL તથા ઇલેક્ટ્રિક કંટ્રોલરૂમ તૈનાત કરવામાં આવ્યા છે. 44 જેટલી નાની-મોટી રાઈડ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ લોકમેળામાં 30 કર્મીઓને વોકી-ટોકી આપવામાં આવ્યા છે. 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ તૈનાત છે. આઈસ્ક્રીમ, ખાણી-પીણીના સ્ટોલ, ચકરડી, ફજત ફાળકા, મોતના કુવા સાથે મનોરંજનની મજા સૌરાષ્ટ્રવાસીઓ માણશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application