800 વર્ષ પહેલાં બનાવાયેલી છે દેશના સૌથી મોટા ગજાનનની પ્રતિમા

  • September 25, 2023 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે બાપ્પાની સૌથી મોટી મૂર્તિ ક્યાં આવેલી છે. જો જોવામાં આવે તો મોટાભાગના લોકો જાણે છે કે એશિયામાં ભગવાન ગણેશની સૌથી મોટી મૂર્તિ થાઈલેન્ડમાં છે. પરંતુ ભારતમાં સ્થિત ભગવાનની સૌથી મોટી પ્રતિમા વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે.


ભગવાન ગણેશની એક વિશાળ મૂર્તિ નાગરકુર્નૂલ નજીક તેલંગાણાના અવાંચના થિમ્માજીપેટમાં સ્થિત છે. તે મહબૂબનગર જિલ્લાના અવાંચામાં બનેલ છે. આજથી પહેલા તમે ભાગ્યે જ ક્યાંય ભગવાન ગણેશની આવી મૂર્તિ જોઈ હશે.


સૌથી ઉંચી મોનોલિથિક પ્રતિમા, એક પથ્થરના બ્લોકમાંથી બનાવવામાં આવી છે, જે 12મી સદીની છે, જે પશ્ચિમ ચાલુક્ય વંશના રાજા દ્વારા બનાવવામાં આવી હતી. આ મૂર્તિની સ્થાપના કૃષિ વિસ્તારમાં કરવામાં આવી છે. ભગવાન ગણેશની ભારતની સૌથી ઊંચી એકપાત્રી પ્રતિમા ગ્રેનાઈટના મોટા પથ્થર પર કોતરેલી છે, જે ઐશ્વર્યા ગણપતિ તરીકે જાણીતી છે.


આ મૂર્તિ રાજા થિલાપડુ દ્વારા બનાવવામાં આવી હતી, જેમણે લાંબા સમય સુધી અવાંચ પર શાસન કર્યું હતું. આ રાજવંશે 200 વર્ષથી વધુ સમય સુધી તેલંગાણા પ્રદેશ પર શાસન કર્યું.


આ યાદીમાં ગુજરાતના સિદ્ધિવિનાયક મંદિરનું નામ પણ સામેલ છે. ગુજરાતના આ મંદિરને દેશના સૌથી મોટા ગણેશ મંદિર તરીકે વર્ણવવામાં આવ્યું છે. જેનું નામ 'સિદ્ધિવિનાયક' છે. આ મંદિર દેશનું સૌથી મોટું ગણેશ મંદિર છે. અમદાવાદ નજીક મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે વર્ષ 2011માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેની લંબાઈ: 120 ફીટ, ઊંચાઈ71 ફૂટ, પહોળાઈ 80 ફૂટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application