સોમવારથી વરસાદનું જોર નબળું પડશે

  • July 22, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આંધ્ર અને ઓડિશા પર અતિભારે વરસાદનું ચલણ એલર્ટ


છેલ્લા કેટલાક દિવસોથી પોટલા મોઢે વરસી રહેલા વરસાદને મામલે હવે રાહત મળે તેવા સમાચારો છે. આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે અને તે પણ છૂટાછવાયા સ્થળોએ રહેશે. સોમવારથી વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં નહિવત થઈ જશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.



હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને વલસાડ જિલ્લામાં કપરાડા સહિતના સ્થળોએ 10 ઇંચ વરસાદ વરસ્યા પછી આજે રાજ્યમાં એક પણ જિલ્લા માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, કે મધ્યમથી ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે છુટા છવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને સોમવારથી મેઘરાજા વિરામ લેશે તેવી આગાહી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતના વરસાદના મામલે રાહત મળી છે. પરંતુ કોકણ, ગોવા, મહારાષ્ટ્રમાં હજુ વરસાદ ચાલુ જ રહેશે. બંગાળની ખાડીમાં નોર્થ ઈસ્ટ દિશામાં સર્જાયેલું લો પ્રેસર આંધ્ર અને ઓડિશાના દરિયા વચ્ચે છે અને તેથી આ બંને રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારની સિસ્ટમના કારણે આ બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી બીજી સિસ્ટમ આગામી તારીખ 24 ના રોજ બંગાળની ખાડીમાં ઊભી થશે અને તેની અસર પણ આંધ્ર તથા ઓડિશામાં વધુ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application