મુંબઈમાં વાવાઝોડાની અસર, દરિયામાં તોફાની મોજા ઉછળ્યા, કેટલીક ફ્લાઈટ રદ્દ, એક રન વે કરાયો બંધ

  • June 12, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અતિ પ્રચંડ બનેલા બિપરજોય વાવાઝોડાની અસર હવાઈ સેવા પર પડવાની શરુઆત થઈ છે. સાવચેતીના ભાગરુપે મુંબઈ એયરપોર્ટ પર એક રનવે બંધ કરાયો છે. સાથે જ મુંબઈથી ટેકઑફ અને લેન્ડ થતી કેટલીક ફ્લાઈટ રદ્દ કરવાની મજબૂરી પણ પડી છે. વાવાઝોડું મુંબઈના દરિયા કિનારાથી ભલે દૂર હોય પરંતુ તેનો વ્યાપ વધુ હોવાથી ભારે પવન ફૂંકાતા વિમાનોના ટેક ઑફ અને લેન્ડિંગ સમયે મુશ્કેલી આવવાની આશંકાની વચ્ચે અગમચેતીના ભાગરુપે કેટલીક ફ્લાઈટ રદ્દ કરવાની એયરઈન્ડિયાએ જાહેરાત કરી છે. મુંબઈ, સુરત સહિતના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના એયરપોર્ટ પર પહોંચેલા નાના કદના એટલે કે નાના વિમાનો ક્યાક પવનમાં ફંગોળાઈ નહીં તેને ધ્યાનમાં રાખી મોટા વજનીયા બાંધી તેના વ્હીલને મજબૂત કરાયા છે.




મુંબઈમાં ભરતીનાં ઊંચા મોજાઓ દેખાઈ રહ્યાં છે અને વરસાદ પણ આવી રહ્યો છે. મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે. મુંબઈ અને પાલઘર જિલ્લામાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.




માહિતી અનુસાર બિપોરજોયે અત્યારસુધી મહારાષ્ટ્રમાં લેંડફોલ નથી કર્યું પરંતુ તેની અસર અત્યારથી દેખાવા લાગી છે. આ વાવાઝોડાંનાં ખતરાને લઈને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં રવિવારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપતાં કહ્યું કે રત્નાગીરી, પાલઘર, રાયગઢ, થાના જેવા જિલ્લાઓમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે મધ્યમ વરસાદ આવી શકે છે.



માહિતી અનુસાર મહારાષ્ટ્રનાં અનેક ભાગોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ચાલી શકે છે અને વરસાદ પણ આવી શકે છે. તેવામાં લોકોને ઘરથી બહાર ન નિકળવા અથવા સાવધાન રહેવા માટે સુચિત કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application