ચડત ભરણપોષણના કેસમાં પતિને જેલની સજા ફટકારાઇ

  • March 01, 2023 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ફરાસવાડો, પાંચ હાટડી પાસે રહેતી હુશેના શબ્બીરહુશેન લાખા (કસાઇ)એ તેના જ વિસ્તારમાં રહેતા પતિ શબ્બીરહુશેન મજીદભાઇ લાખા તથા સાસરીયા સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ ૨૦૦૫ હેઠળ જામનગરની કોટૃમાં કેસ દાખલ કરેલહતો અનેવચગાળાનું ભરણપોષણ માંગ્યું હતું. અદાલતે દર મહિને પત્નિ અને સગીર સંતાનને ચડત ભરણપોષણ આપવા પતિને હુકમ કર્યો હતો.


ત્યારપછી પત્નીએ ભરણપોષણના રૂ. ત્રીસહજાર ચડત થતા અદાલતનો આશરો લીધો હતો. અદાલતમાંથી પતિને નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ હોય અને પતિ હાજર થયેલ હોય તેમજ પતિને અદાલતે ભરણપોષણની રકમ જમા કરાવવા સમય આપેલહોયતેમ છતાં જુદાજુદા બહાના બનાવતા પતિ વિરુદ્ધ અરજદારના વકીલએ કસ્ટડીમાં લઇ સજાનો હુકમ જાહેર કરવા રજુઆત કરતા ચડતભરણપોષણની રકમ જમા ના કરાવતા કોર્ટે શબ્બીરહુશેન મજીદભાઇ લાખાને ૧૫૦ દિવસની તથા અન્ય કેસમાં અનુક્રમે ૪૫ દિવસ તથા ૧૫ દિવસની જેલ સજાનો હુકમ ફરમાવેલછે. અરજદાર હુશેનાબેન શબ્બીરહુશેન લાખા (કસાઇ) તરફે વકીલ ઉમર એ. લાકડાવાલા રોકાયેલ હતા.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application