ફિલ્મ 'એનિમલ'ની ઓટીટી રિલીઝ માટે રાહ જોઇ રહેલા ફેન્સની આશા પણ પર ફરી વળ્યુ પાણી, જાણો શું થયું?

  • January 24, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સતત વિવાદોનો સામનો કરી રહી છે. આ ફિલ્મ પર અનેક મોટી હસ્તીઓએ સવાલો ઉઠાવ્યા હતા. ટી-સિરીઝના નિર્માતા ભૂષણ કુમાર અને સિનેવન સ્ટુડિયોના મુરાદ ખેતાણી વચ્ચે એક્શન ડ્રામા ફિલ્મ એનિમલના નફાની વહેંચણી અંગે કાનૂની વિવાદ શરૂ થયો હતો. ત્યારે ફિલ્મ અંગે વધુ એક અપડેટ જાણવા મળ્યું છે. આ અપડેટ એનિમલ ફિલ્મના ફેન્સને નિરાશ કરી મૂકે તેમ છે.


આમ તો ફિલ્મ એનિમલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય તે માટે દર્શકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. દરમિયાન એવી પણ માહિતી સામે આવી હતી કે આ ફિલ્મ કોઈપણ કટ વગર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. એટલે કે થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થઇ હતી તેમાં કેટલાક દ્રશ્યો પર કાતર ફેરવી દેવામાં આવી હતી. પરંતુ કોઇ પણ પ્રકારના કટ વગર એનિમલની રિલીઝની વાત થતા થિયેટરમાં કાતર ફેરવી દીધેલા એ તમામ દ્રશ્યો ઓટીટી પર જોવા મળશે એવી માહિતી હતી. પણ હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા અંગે એ જાણવા મળ્યું છે કે 26 જાન્યુઆરીના ફિલ્મ એનિમલ ઓટીટી પર રિલીઝ થશે. જેમાં કંઇ જ નવું જોવા મળશે નહીં. એટલે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થતા પૂર્વે જે દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા. તે ઓટીટી પ્લેટફોર્મ પર જોવા નહી મળે. થિયેટરની રજૂઆત જ ઓટીટી પર જોવા મળશે.


ટૂંકમાં કહીએ તો હવે તે દ્રશ્યો જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ઓટીટી પર પણ જોવા નહીં મળે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં બોબી દેઓલ અને રણબીર કપૂરનો કિસીંગ સીન હતો, જે સ્ક્રીન પર રિલીઝ થયો ન હતો. પરંતુ ઓટીટી રિલીઝ સાથે થિયેટરમાં ફિલ્મ રજૂ થતા પહેલા જે દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા તે બધાને રજૂ કરવાના સમાચાર જાહેર થયા હતા. જે પછી દર્શકો આ ફિલ્મની ઓટીટી રિલીઝની રાહ જોતા હતા. પરંતુ હવે એનિમલ ફિલ્મમાં કઇ જ નવું જોવા નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application