ભાવનગર ઘોઘારોડ ૧૪ નાળાનું હીયરીંગ પૂર્ણ કાયદાકીય જોગવાઈ મુજબ નિર્ણય કરાશે કમિશનર

  • June 28, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રહીશો દ્વારા વિવિધ રજૂઆતના અંતે કમિશનર દ્વારા લેવાયો નિર્ણય રહેશો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અને જંત્રી મુજબના ભાવે ખરીદવાની રજૂઆત કરી


ભાવનગર શહેરના ઘોઘા રોડ ૧૪ નાળા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં વર્ષોથી ગેરકાયદેસર રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ખડકાયેલી છે જેઓને નોટિસ આપતા ભારે વિવાદ થઈ ગયો હતો પરંતુ અંતે હાઇકોર્ટના હુકમ અને માર્ગદર્શન મુજબ ૧૪૪ મિલકત ધારકોને પોતાના આધાર પુરાવા રજૂ કરવાનો સમય પૂર્ણ થયા બાદ આજે મહાનગર પાલિકાના કમિશનર ઉપાધ્યાય સમક્ષ હિયરીંગ થયું હતું ભાવનગર મહાનગર પાલિકા કમિશનર ઉપાધ્યક્ષતામાં રહીશો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી


ભાવનગર શહેરના ઘોઘા રોડ ૧૪ નાળા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના છ પ્લોટમાં ૯૦૦૦ ચોરસ મીટર જગ્યામાં ૧૪૪ જેટલા  ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી ખડકાયેલા છે. જોકે, કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી એ છે કે જગ જાહેર દબાણો છતાં તંત્રને ધ્યાને આજ સુધી આવ્યુ નહોતું. અંતે ધાર્મિક, રહેણાંક અને દુકાનો સહિતને કોર્પોરેશન દ્વારા નોટિસ અપાતા ભારે હોબાળો મચ્યો હતો. અને રહીશો દ્વારા ધરણા સહિતના વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા.જે સંદર્ભે રહીશો દ્વારા હાઇકોર્ટમાં જુદા જુદા બે દાવા દાખલ કર્યા હતા. પરંતુ હાઇકોર્ટ દ્વારા પણ કમિશનરને પુનઃ નોટિસ આપ્યા બાદ ૧૫ દિવસ આધાર પુરાવા રજૂ કરવા અને ત્યારબાદ તેઓને રૂબરૂ સાંભળી ૧૫ દિવસનો સમય આપ્યા પછી કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. 


જે અનુસંધાને ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા નોટિસો આપી હતી. અને ૧૫ દિવસના સમયગાળામાં રહીશો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેનો સમય પણ પૂર્ણ થતાં આજે મહાનગર પાલિકા કમિશનર ઉપાધ્યાય એ મિલકત ધારોકોની રજૂઆત રૂબરૂ સંભાળી હતા આ બેઠકમાં રહીશો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ હતી તદુપરાંત જંત્રી મુજબના ભાવે ખરીદવા પણ રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી મિલકત ધારકોની કમિશનર દ્વારા રજૂઆત સાંભળી હતી 


મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બેઠકના અંતે જણાવવામાં આવ્યું હતું કે કાયદા ની જોગવાઈ અનુસાર કામગીરી કરવામાં આવશે અને આ નિર્ણયની જાણકારી રહીશોને લેખિતમાં જાણ કરી દેવામાં આવશે તેમ બેઠકના અંતે મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર બ્રહ્માભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application