ભાવનગરમાં સીઝનલ ફલૂ H3N2 નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

  • March 15, 2023 04:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

કોરોના વાયરસનાં ચાર કેસ નોંધાયા એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦ થઈ


ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦ થઈ છે.જ્યારે સીઝનલ ફલૂ H3N2 નો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.


ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે કોરોનાના એક સાથે ચાર કેસ નોંધાયા હતા.શહેરના ત્રણ મહિલા દર્દી અને એક પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ભાવનગર શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને ૧૦ થઈ છે.


દરમિયાન આજે શહેરમાં સીઝનલ ફલૂ H3N2 નો એક કેસ મળી આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે.શહેરના સુભાષણગરનો 22 વર્ષીય યુવક નવા વાયરસ H3N2 ની લપેટમાં આવી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે,જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application